જામનગર પોલીસ વિભાગનું ઈન્સ્પેકશન
11:36 AM Nov 18, 2025 IST
|
admin
Advertisement
એસ.પી.ડો.રવિ મોહન દ્વારા શહેરી અને ગ્રામ્ય વિભાગની કચેરીઓમાં નિરીક્ષણ
Advertisement
જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા આજે જામનગર શહેર વિભાગની ડીવાયએસપી કચેરી તેમજ ગ્રામ્ય વિભાગની ડીવાયએસપી કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આજે સવારે શહેર વિભાગની ડીવાયએસપી કચેરીમાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. આર.બી. દેવધા દ્વારા સૌ પ્રથમ એસ.પી. ડો. રવિ મોહન સૈની નું પુષ્પ ગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બન્ને કચેરીઓમાં નિરીક્ષણની કામગીરી કરવામાં આવી હતી, અને વર્ષ દરમિયાનની પ્રવૃત્તિ અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી.
Next Article
Advertisement