જામનગર મહાપાલિકા રૂા.13.40 કરોડની 2121 ચો.મી. જમીન વેંચશે
જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે બપોરે મળી હતી. જેમાં કુલ રૂૂપિયા 6 કરોડ 88 લાખ ની રકમ ના જુદા જુદા વિકાસ કામો ને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડીંગ કમિટી ની બેઠક આજ તા. 12-11-2025 ના રોજ નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 12 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા, ઈચા , આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ હાજર રહ્યા હતા . આ સમયે જામનગર સીટી કલીન એર એક્શન પ્લાન બુક નું વિમોચન કરવામાં આવ્યું હતું.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં બોર કરીને સબ મર્શીબલ પમ્પ ફીટ કરવા (2 વર્ષ માટે) ના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત પેન્ડીંગ રાખવા નો નિર્ણય કરવામાં આવ્યો હતો.સિકયોરીટી ગાર્ડ કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય સ્ટાફ ઓફ રણમલ લેઈક તથા ખંભાળીયા ગેઈટ માં ત્રણ વર્ષ માટે રૂૂા. 18.67 લાખ , ગાર્ડનીંગ સ્ટાફ ઓફ જયુબેલી ગાર્ડન માં ત્રણ વર્ષ માટે બીજા વર્ષનું ખર્ચ રૂૂા. 4.45 લાખ, ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ વર્ક ઓફ સીસીટીવી, સાઉન્ડ સીસ્ટમ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સીસ્ટમ એટ રણમલ લેઈક, લાખોટા કોઠા મ્યુઝીયમ એન્ડ અને ઓ એન્ડ એમ ઓફ પંચેશ્વર ટાવર કલોક એન્ડ લેન્ડસ્કેપ કલોક એટ રણમલ લેઈક - જામનગર ના ત્રણ વર્ષ માટે નો ખર્ચ રૂૂા. 27.61 લાખ , સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના વોર્ડ ઓફીસ, ઢોર ડબ્બા તથા શાખા લગત સીવીલ સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન બિલ્ડીંગ વર્ક ના કામ માટે રૂૂ રૂૂા. 10 લાખ નો ખર્ચ , સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા એસ્ટેટ શાખા માટે લોબેડ ટ્રેઈલર (નંગ-5) ખરીદવા માટે નું ખર્ચ રૂૂા. 38.05 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની ટી.પી. સ્કીમ નં. 2 (જે.એમ.સી.) ફાઈનલ પ્લોટ નં. - 67/પૈકીની (2121 ચો.મી.) જગ્યા શ્રીજી ઈન્ફ્રા. (ભાગીદારી પેઢી) ને વેચાણ થી આપવા અંગે કમિશ્નર ની 2જુ થયેલ દરખાસ્ત ને મંજૂર રાખી ને ભલામણ સાથે જનરલ બોર્ડ માં મોકલાવવા નિર્ણય લેવાતો હતો . આ જમીન વેચાણ થી રૂૂા. 13.40 કરોડ ની આવક થશે.
સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં.10, 11 અને 12) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ અન્વયે રૂૂા. 4.63 લાખ , વોર્ડ નં.11 જાડા ટી.પી. સ્કીમ નં.2, 12 મીટર પહોળા રોડ, વ્રજ વલ્લભ સોસાયટી એફ.પી. નં.28/1 થી ગૌશાળા (હાપા) મહાપ્રભુજીની બેઠક પાછળના વિસ્તારમાં સી.સી. રોડના કામ અંગે રૂૂા. 262.31 લાખ , આઉટ ગ્રોથ એરીયા ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. 9, બેડી બંદર રીંગ રોડ, રવિપાર્ક સોસાયટી મેઈન રોડ પર સી.સી. રોડના કામ અંગે રૂૂા. 74.40 લાખ , વોર્ડ નં. 6, તિરૂૂપતિ - 2 ,સોસાયટીની આંતરીક શેરીઓમાં સી.સી. રોડના કામ અંગે રૂૂા. 83.38 લાખ , વોર્ડ નં. 19, કનૈયા પાર્કમાં પરફેકટ મોટર ગેરેજવાળી અંદરની શેરીમાં સી.સી. રોડનું કામ., વોર્ડ નં. 16 માં મારૂૂ કંસારા હોલ પાછળ એપાર્ટમેન્ટવાળી શેરીમાં અને આંગણવાડી વાળી શેરીમાં સી.સી. રોડનું કામ , વોર્ડ નં. 16 માં કનૈયા પાર્ક, ચંદ્રેશભાઈના ગોડાઉનવાળી શેરીમાં સી.સી. રોડના કામ અંગે રૂૂા. 19.49 લાખ , સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં.10, 11 અને 12) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસ ના કામ અંગે રૂૂા. 4.55 લાખ , વોર્ડ નં. 5, પોલીસ ચોકીની પાછળથી રૂૂત્વી વિહાર એપાર્ટમેન્ટ આગળ ડો. વિરાણી ના ઘર સુધી સી.સી. રોડના કામ અંગે રૂૂા. 135.18 લાખ જામનગર મહાનગર સેવા સદનની જુદી જુદી શાખાઓ માટે ઝેરોક્ષ કામ કરવા સને 2025-26 નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે રૂૂા. 6 લાખ નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આમ આજની આ બેઠકમાં કુલ રૂૂપિયા રૂૂા. 6 કરોડ 88 લાખ નો ખર્ચ અને જમીન વેચાણ ના કુલ રૂૂપિયા 13 કરોડ 40 લાખની આવક ની દરખાસ્ત મંજૂરી આપવામાં આવી હતી.