જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.17.98 કરોડના કામોને મંજૂરી
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેસ - 1ના પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સીની દરખાસ્ત પેન્ડિંગ રખાઇ, પેચવર્ક કામને અગ્રતા
જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી ટ્રેનિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 17 કરોડ 98 લાખ ના વિવિધ વિકાસ કામો ને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ક્ધસલ્ટન્સસી સર્વિસ ની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ ડમિટીની મીટીંગ આજે તા. 30 ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 12 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા ડે. મેયર કિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા ઉપસ્થિત રહયા હતા.
શીફટીંગ એન્ડ ઈલેક્ટ્રીફીકેશન વર્ક એટ રણમલ લેઈક પેરીફરી એન્ડ લાખોટા કોઠા મ્યુઝીયમ સરાઉન્ડીંગ એટ જામનગરના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 135.87 લાખ ના ખર્ચ ની મંજૂરી આપવામાં આવી હતી. જામનગર શહેર માં ખંભાળીયા રોડ 52, હોટલ વિશાલ પાછળ, ટી.પી. સ્કીમ નં.2, અંતિમ ખંડ નં.98 વાળી જગ્યામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-1) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી સર્વિસીસ આપવાના કામ ની દરખાસ્ત પેન્ડીંગ રાખવા નિર્ણય લેવાયો હતો.
એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલ ના તમામ ઈલે. ઉપકરણો નું આગામી ત્રણ વર્ષ માટે તમામ પ્રકારના ઓપરેશન તથા મેઈન્ટેનન્સના કામ અંગે રૂૂા. 50.55 લાખ, એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલ માટે નવું ડી.જી. સેટ વસાવવા અંગે રૂૂા. 46.53 લાખ , સ્વચ્છ ભારત મિશન અર્બન-2.0 ની ઓપરેશનલ ગાઈડલાઈન્સ મુજબ અંતર્ગત જામનગર શહેરમાં હયાત પે એન્ડ યુઝ ટોઈલેટ ને પાડતોડ કરી નવા પે એન્ડ યુઝ ટોઈલેટ / રીપેરીંગ તથા એસ્પીરેશનલ પબ્લિક ટોઈલેટ અને યુરીનલ બનાવવા સૈધ્ધાંતિક મંજુરીના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 4.74 કરોડ ના ખર્ચ અંગે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.
વર્ષ 2025-26 દરમ્યાન સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં.5, 9, 13 અને 14) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે રૂૂ.7.50 લાખ , સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં.2, 3 અને 4) માં સ્ટ્રેનેધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ચીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે રૂૂા. 7.50 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 6) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે કમિશ્નર ની દરખાસ્ત અંગે રૂૂ. રૂૂા. 50 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 250 લાખ., સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 6) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 250 લાખ , વોર્ડ નં. 5, વાલ્કેશ્વરીનગરી, સનસાઈન સ્કુલ થી વાલ્કેશ્વર મહાદેવના મંદિર સુધી સી.સી. રોડના કામ અંગે રૂૂા. 30.20 લાખ , વોર્ડ નં. 7, સમર્પણ હોસ્પીટલ થી મયુર વિલા ના ગેઈટ સુધી સમર્પણ પાર્ક સુધી સી.સી. રોડના કામ અંગે રૂૂા. 39.04 લાખ, વોર્ડ નં. 6, બાલાજી પાર્ક સોસાયટી પુંજાભાઈ ગામીના ઘર પાસેથી ડીફેન્સ કોલોની મેઈન રોડ સુધી સી.સી. રોડનું કામ , તિરૂૂપતિ ર સોસાયટી મહાદેવ મંદિર પાસેથી તિરૂૂપતિ સોસાયટી શેરી નં. 7 સુધી સી.સી. રોડ., વોર્ડ તિરૂૂપતિ - 2 સોસાયટી, તિરૂૂપતિ મહાદેવ મંદિરથી ત્રિલોક એપાર્ટમેન્ટ સુધી સી.સી. રોડના કામ અંગે રૂૂ.78.01 લાખ, સીવીલ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં જુદી-જુદી કંપનીઓ દ્વારા કેબલ લેઈગ / ગેસ પાઈપ લાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગના (ચરેડા) કામ અંગે રૂૂા. 116 લાખ, અને જામનગર મહાનગર સેવા સદનની માલ-મિલકતોનું રક્ષણ પુરું પાડવા માટે વર્ષ 2024-25 તથા 2025-26 (24 માસ) માટે મંજુર થયેલા આર.સી.ના ભાવે બીજા વર્ષનું ખર્ચ રૂૂા. 263.66 લાખ મંજૂર કરવામાં આવ્યું હતું. આમ આજની બેઠક માં કુલ રૂૂ.17 કરોડ 98 લાખ ના જુદા જુદા વિકાસ કામો ને મંજુરી આપવામાં આવી હતી.