જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સ્પો: બ્રાસ ઉદ્યોગને વૈશ્વિક ઓળખ આપવાનો પ્રયાસ
પ્રથમવાર જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સ્પો 2025નું આયોજન: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારોની ‘ગુજરાત મિરર’ સાથે મુલાકાત
બ્રાસ સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક ક્ષણ આવી રહી છે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા બ્રાસ ઉદ્યોગના 75 વર્ષની ઉજવણીના ભાગરૂૂપે સૌપ્રથમવાર જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજની વિસ્તૃત વિગતો મેળવવા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ હીરપરા, મંત્રી મનસુખભાઈ સાવલા, ખજાનચી ભાઈલાલભાઇ ગોધાણી અને પ્રોજેક્ટ ચેરમેન સંજયભાઈ ડોબરીયાએ ગુજરાત મિરરના બ્યુરોચીફ દિપક ઠુંમર સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બ્રાસ ઉદ્યોગના પ્રમુખ લાખાભાઈ અને સંજયભાઈ ડોબરીયાએ ઠુંમરને જામનગરના બ્રાસ ઉદ્યોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
જામનગરને બ્રાસ સિટી તરીકે ઓળખવામાં આવે છે, અને અહીં પહેલીવાર જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો-2025નું આયોજન થઈ રહ્યું છે. આ એક્સ્પોની માહિતી પણ ઠુંમરને આપવામાં આવી હતી, અને બ્રાસ ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ એક્સપો આગામી તા. 13 થી 16 દરમિયાન ખંભાળિયા રોડ પર કેશવારાસ હોટલની સામે 5 લાખ ફૂટથી વધુ વિશાળ જગ્યામાં યોજાશે. આ એક્સપોમાં 200 થી વધુ એક્ઝિબ્યુટરો, સ્ટોલ ધારકો પોતાની વિવિધ પ્રોડક્ટનું પ્રદર્શન કરશે, અનેક દેશના વીઆઈપી મુલાકાતીઓ સહીત જ્યારે 30 થી વધુ ફોરેન ડેલીગેટ્સ અને મુલાકાતીઓ પણ ભાગ લેશે. 30 હજાર કરતા વધુ લોકો મુલાકાત લેશે અને આંતરરાષ્ટ્રીય સ્તરના આ એક્સપોને વધુ આકર્ષક બનાવવા માટે 10 થી વધુ જર્મન હેંગિંગ ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે, જે સેન્ટ્રલી એ.સી. હોલ તરીકે કાર્ય કરશે.
આ એક્સ્પો 2 લાખ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં આયોજિત થશે આ ઉપરાંત, મુલાકાતીઓ માટે 3 લાખ ફૂટ જેટલી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ફૂડ કેન્ટીન, ટોયલેટ, બાથરૂૂમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ફોરેનરો અને બહારથી આવતા મહેમાનો માટે આજુબાજુની સેવન સીઝન, કેશવારાસ, જસ પેલેસ સહિતની હોટેલોમાં બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સ્પો-2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોનો મુખ્ય હેતુ જામનગરના બ્રાસ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાનો છે. એસોસિએશનના પ્રમુખ લાખાભાઈએ જણાવ્યું હતું કે, બ્રાસ ઉદ્યોગના 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, મનસુખ માંડવીયા, નાઈઝીરીયાના મુખ્ય પ્રધાન અને રાજ્યના તથા કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ એક્સ્પો જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે એક નવી દિશા ખોલશે અને વૈશ્વિક સ્તરે વેપારની નવી તકો ઊભી કરશે. નાના બ્રાસ ઉદ્યોગકારોને આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં વૈશ્વિક વેપાર કરવાની તકો મળશે. આ એક્સ્પોમાં ભારત સરકારના ખજખઊ, ગજઈંઈ, ઊઊઙઈ, ૠઈંઉઈ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગર તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન, મેટલ રીસાઈકલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લોધીકા જીઆઈડીસી એસોસિએશન, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન, જામનગર હાર્ડવેર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, એક્ઝિમ મેટલ મર્ચન્ટ એસોસિએશન જામનગર, જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશન, નાના ઉદ્યોગ સહકારી વસાહત લિમિટેડ, એમ.પી. શાહ મ્યુનિ. ઉદ્યોગનગર એસોસિએશન, પટેલ કોલોની ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હાપા ઉદ્યોગનગર સંઘ લિમિટેડ, શ્રી નાના ઉદ્યોગ સહકારી વસાહત લિમિટેડ વગેરે સંસ્થાઓનો સહયોગ મળેલ છે.
આ એક્સ્પોમાં ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવશે અને નવા ધંધાકીય વ્યવહારોની શરૂૂઆત થશે. નાના ઉદ્યોગકારોને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે એક મંચ મળશે. રાજ્ય સરકારની સબસિડીનો લાભ લઈને ઉદ્યોગકારોએ તેમના સ્ટોલ રાખ્યા છે. આ એક્સ્પો બ્રાસ ઉદ્યોગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. રાજ્ય સરકાર તરફથી પણ ખૂબ સહકાર મળ્યો છે અને જેના ફળસ્વરૂૂપે રાજ્યના ખજખઊ વિભાગના માધ્યમથી વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બી ટુ બી મીટિંગ, સેમિનારો યોજવામાં આવશે. વિદેશથી ખરીદદારો પણ આ એક્સ્પોમાં ઉપસ્થિત રહેશે અને ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ ગોઠવવામાં આવશે. ઘણા વિદેશી ખરીદદારો તથા સરકારી સાહસોના પ્રતિનિધિઓ આજે બ્રાસ સિટી જામનગરના મહેમાન બન્યા છે, જે સૌ માટે ગૌરવની વાત છે.