અમેરિકાથી જામનગરની યુવતીને ડિપોર્ટ કરાઇ
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોને આજે ત્રીજા તબક્કામાં દેશનિકાલ કરવામાં આવશે અને અમદાવાદ લાવવામાં આવશે. આજે બે ફ્લાઇટ દ્વારા 20 થી વધુ ગુજરાતીઓ ભારત પહોંચશે. ગઈકાલે, બીજા તબક્કામાં, 116 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા અને ભારત મોકલવામાં આવ્યા. આમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે જેમને સવારે 10.45 વાગ્યે હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા.એરપોર્ટ પર જરૂૂરી કાર્યવાહી બાદ, બધાને પોલીસ સુરક્ષા હેઠળ ઘરે મોકલી દેવામાં આવ્યા. પોલીસે મહેસાણાથી એક બાળક સાથેના પરિવાર સહિત છ વ્યક્તિઓ અને ગાંધીનગરથી બે વ્યક્તિઓને કાળી સ્ક્રીનવાળા વાહનમાં તેમના ઘરે જવા રવાના કર્યા.
ત્રીજા તબક્કામાં, ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. આમાં વધુ 33ગુજરાતીઓનો સમાવેશ થાય છે જેમને આજે બે ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા છે.અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ગુજરાતઓમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રના જામનગરની પણ એક યુવતીનો સમાવેશ થાય છે. પૂજા ધવલભાઇ લુહાર નામની યુવતી ગઇકાલે અમેરિકાથી અમૃતસર આવી પહોંચતા ત્યાથી હવાઇ માર્ગે અમદાવાદ લાવવામાં આવી હતી અને અમદાવાદથી વાહન માર્ગે જામનગર રવાના કરાઇ હોવાનુ જાણવા મળે છે.
આ યુવતી અમેરિકામાં ગેરકાયદેસર કઇ રીતે પહોંચી તે અંગે કઇ વિગતો બહાર આવી નથી પરંતુ દલાલો મારફત અમેરિકા પહોંચી હોવાનુ અને ત્યા પકડાઇ જતા પરત ભારત ડિપોર્ટ કરાઇ હોવાનુ જણાવાય છે.આ સિવાય અમેરિકાથી અમૃતસર આવેલી ત્રીજી ફલાઇટમાં પણ ત્રણ ગુજરાતી હોવાનુ જાણવા મળે છે. પ્રથમ ફલાઇટમાં 33, બીજી ફલાઇટમાં 8 અને ત્રીજી ફલાઇટમાં પણ 33 મળી કુલ 74 ગુજરાતીઓને પરત ધકેલી દેવામાં આવ્યા છે. હજુ પણ ધણા ગુજરાતીઓનો દેશ નિકાલ કરાવામાં આવનાર છે.