જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા દારૂ-ડ્રગ્સની બદી સામે આંદોલન
ગુજરાતમાં દારૂૂ-ડ્રગ્સની બદી સામે કોંગ્રેસ દ્રારા આંદોલન શરૂૂ કરાયું છે. જેના ભાગરૂૂપે ગુરૂૂવારે જામનગરમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ ગુજરાત નશાની ચૂંગાલમાં ફસાઇ રહ્યાના ચોંકવાનારા આક્ષેપ સાથેનું આવેદન કલેકટર અને જિલ્લા પોલીસ વડાને પાઠવ્યું હતું. રાજય નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે તે ખૂબજ ચિંતાજનક હોવા છતાં ડ્રગ્સ અને દારૂૂ ની બેરોકટોક હેરાફેરી અને વેપલો થઇ રહ્યાનો આક્ષેપ પણ કર્યો છે.
ગુજરાતમાં વધી રહેલા દારૂૂ અને ડ્રગ્સના દૂષણ સામે કોંગ્રેસ દ્રારા રાજયવ્યાપી આંદોલન શરૂૂ કરાયું છે. ત્યારે જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્રારા ગુરૂૂવારે આ મુદે દેખાવ કરવામાં આવ્યા હતાં. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રેલી સ્વરૂૂપે કલેકટર અને એસપીને આવેદન પત્ર પાઠવ્યું હતું. શહેર(જિલ્લ્લા)કોંગ્રેસ સમિતિએ પોલીસ વડાને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર ગુજરાતમાં દારૂૂ-ડ્રગ્સની બદીને કારણે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. રાજય દારૂૂ-ડ્રગ્સનું પ્રવેશદ્રાર તો બન્યું છે અને હવે નશાખોરીનું એપી સેન્ટર પણ બની રહ્યું છે. જે અત્યંત ચિંતાજનક બાબત છે. રાજયમાં દરરોજ લાખો રૂૂપિયાના ડ્રગ્સ, દારૂૂનો જથ્થો પકડાય છે. પૂજય મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂૂબંધી છે પરંતુ સરળતા થી દારૂૂ મળી જાય છે. જેટલો દારૂૂ પકડાય છે તેના કરતા સો ગણો દારૂૂ ઘૂસી જાય છે.
આવેદનપત્ર આપતી વેળાએ શહેર કોંગ્રેસ તરફથી પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લા કોંગી પ્રમુખ મનોજભાઇ કથીરીયા, માજી મંત્રી ડો.દીનેશભાઇ પરમાર, કોંગી આગેવાન બીપેન્દ્રસિંહ જાડેજા, જીવણભાઇ કુંભારવાડીયા, તાલુકા પ્રમુખ ઇકબાલભાઇ સુમરા, મહીલા સંઘના પ્રમુખ ક્રીપાબેન જાડેજા સહીતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.