ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરના ઉદ્યોગપતિ અને એકટર જય વિઠલાણીનું નિધન

11:40 AM Feb 29, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગુજરાતી રંગભૂમિ અનેફિલ્મ ઉદ્યોગજગતમાં વધુ એક ખોટ પડી છે. જામનગરના લોકપ્રિય એકટર અને યુવા ઉદ્યોગપતિ જય પ્રભુદાસભાઈ વિઠલાણીનું રાજકોટ ખાતે દુ:ખદ અવસાન થયું છે. 42 વર્ષની યુવા વયે લાંબી બીમારી સામે ઝઝૂમ્યાં બાદ આજે અંતિમ શ્વાસ લીધા છે.

Advertisement

અનેક યુવાઓ માટે પ્રેરણા સમાન અભિનેતા જય વિઠલાણીનું અભિનય ક્ષેત્રે મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ બિમારીનો સામનો કરી રહ્યાં છે. હિંમતપૂર્વક બિમારી સામે લડ્યા બાદ ગત મોડી સાંજે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અભિનેતા જય વિઠલાણીએ અનેક ગુજરાતી, હિન્દી નાટકો અને ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા હતાં.

તાજેતરમાં જ રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ ‘કમઠાણ’ માં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર અને વિશાળ મિત્ર વર્તુળને વિલાપ કરતા છોડી, તેઓએ અનંતના માર્ગે પ્રયાણ કર્યું. ગુજરાતી નાટક ક્ષેત્રે અને ફિલ્મ જગતને તેમની ખોટ અનુભવાશે.

Tags :
gujaratgujarat newsjamnagarJamnagar businessmanjamnagar news
Advertisement
Advertisement