For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઈવે પર જામવાળી નદીનો પુલ જોખમી સ્થિતિમાં

11:27 AM Aug 07, 2025 IST | Bhumika
સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે પર જામવાળી નદીનો પુલ જોખમી સ્થિતિમાં

સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઇવે પર ખડસલી ખાતે આવેલ જામવાળી નદીનો પુલ અત્યંત ખરાબ અને જોખમી સ્થિતિમાં છે. આ પુલના ઊભા કોલમ અને આડા બીમમાં ગંભીર તિરાડો દેખાઈ રહી છે, જેમાં સળિયા ખુલ્લા પડી ગયા છે. અમુક જગ્યાએ પુલની છતમાં ગાબડાં પડી ગયા છે, અને આખા પુલ પર પીપળાના વૃક્ષો ઊગી નીકળ્યા છે, જે તેની માળખાગત મજબૂતીને વધુ નબળી કરે છે.

Advertisement

આ પુલ પરથી દરરોજ અસંખ્ય વાહનો પસાર થાય છે. વાહનો સામસામે આવે ત્યારે અહીં વિકટ પરિસ્થિતિ સર્જાય છે, જે ગંભીર અકસ્માતનું જોખમ વધારે છે. સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે કે, જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ગંભીરા પુલની જેમ આ પુલ પણ ધરાશાયી થઈ શકે છે, જેનાથી જાનહાનિ અને મોટું નુકસાન થઈ શકે છે.

સ્થાનિક લોકોની માંગ છે કે, સલામતીના ભાગરૂૂપે તાત્કાલિક અસરથી આ પુલની તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે. સરકાર અને સંબંધિત વિભાગોને વિનંતી છે કે, આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી, પુલનું સમારકામ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટળે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement