જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, વીરપુર પોલીસ કાલે વાહનોની કરશે હરાજી
આપણે અનેક પોલીસ સ્ટેશનમાં હજારોની સંખ્યામાં જપ્ત થયેલા વાહનો સડતા જોયા હશે, પરંતુ હવે આગામી સમયમાં આ પ્રકારના દ્રશ્યો કદાચ નહીં દેખાય. સરકારે નિર્ણય લીધો છે કે દારૂૂની ખેપમાં ઝડપાયેલા વાહનો બીન વારસી વાહનોની ની હરાજી કરીને તેમાંથી ઉભા થયેલા રૂૂપિયાનો સદુપયોગ કરવામાં આવે. ત્યારે આ અંગે ની જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં થી મળતી માહિતી મુજબ જામકંડોરણા પોલીસ સ્ટેશન, ધોરાજી સીટી પોલીસ સ્ટેશન, ઉપલેટા પોલીસ સ્ટેશન ભાયાવદર પોલીસ સ્ટેશન તથા વિરપુર પોલીસ સ્ટેશન એમ.વી એક્ટ 207 તેમજ બીન વારસી કબ્જે લીધેલા જી.પી એક્ટ 82 (2),તથા સી.આર.પી.સી કલમ 102 મુજબ કબ્જે લીધેલા વાહનોની જાહેર હરાજી તા.15/11/2024 ના રોજ બપોરે 11વાગ્યે ઉપરોક્ત તમામ પોલીસ સ્ટેશન ખુલ્લા મેદાનમાં જાહેર હરાજી રાખવા આવેલી છે.
આથી ભંગાર ના વેપારીઓ જુના વાહનો ખરીદવામાં રસ ધરાવતા વેપારીઓ હરાજી ના આગલા દિવસે તા 14/11/24ના રોજ ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે 25 હજાર ડીપોજીટ ઉપલેટા પોલીસ સ્ટેશન 50 હજાર ડીપોજીટ વિરપુર પોલીસ સ્ટેશન ખાતે 25 હજાર જ્યારે જામકંડોરણા પોલીસ સ્ટેશન અને ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે 20 હજાર ડીપોજીટ જાહેર હરાજી ના આગલા દિવસે કચેરી ના સમય દરમ્યાન ભરવાની રહેશે ત્યારે બાદ જ જાહેર હરાજીની બોલી માં ભાગ લઈ શકશે અને આ હરાજી નો માલ જે સ્થીતી માં હશે તે સ્થિતિમાં સુપ્રત કરવામાં આવશે હરાજી પુર્ણ થયા બાદ સૌથી ઉંચી બોલી બોલનાર વેપારીની માંગણી મુજબ સૌથી વધુ બોલી બોલનાર વેપારી પાસેથી સ્થળ પર જ 50% રકમ તથા લાગું પડતાં ટેક્ષ રકમ ભરપાઈ કરવા ની રહેશે તેમજ જાહેર હરાજી ની શરતો હરાજી ના સમયે વાંચી સંભળાવવા આવશે આ જાહેર હરાજી માં ભાગ લેનાર તમામ વેપારીઓએ પોતાની પેઢી ની જીએસટી સર્ટિફિકેટ ની પ્રમાણિત નકલ , પાનકાર્ડ ની પ્રમાણિત નકલ અને આધારકાર્ડ ની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.