જામજોધપુર યાર્ડના વેપારીનો રહસ્યમય સંજોગોમાં આપઘાત
01:24 PM Dec 01, 2025 IST | Bhumika
જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં ખરાવાડ નજીક પંચવટી નગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા પરેશ મગનભાઈ બકોરી નામના 52 વર્ષના પટેલ વેપારીએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવને લઈને વેપારીના પરિવારમાં ભારે સોંપો પડી ગયો છે, તેમજ વેપારી આલમમાં પણ ભારે ચકચાર જાગી છે. તેઓએ ક્યાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું, તે જાણી શકાયો નથી. આ મામલામાં પ્રફુલાબેન દીપકભાઈ કનેરિયાએ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા એ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવના મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે.
Advertisement
Advertisement
