For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામજોધપુર એસ.ટી. ડેપોમાં કર્મચારીઓની મરજી મુજબ રૂટો પર બસો દોડાવાતા તંત્રને લાખોનું નુકસાન

11:29 AM Sep 04, 2025 IST | Bhumika
જામજોધપુર એસ ટી  ડેપોમાં કર્મચારીઓની મરજી મુજબ રૂટો પર બસો દોડાવાતા તંત્રને લાખોનું નુકસાન

જામજોધપુર એસટી ડેપો નું તંત્ર છેલ્લા ચાર વર્ષથી ખાડે ગયું છે આ એસટી ડેપોમાં વગે 3 નાં કમેચારીઓ પોતાનો રૂૂઆબ જમાવવા આ સરકારી તંત્ર ને લાખોનું નુકશાન કરાવી રહ્યા છે. આ ડેપોમાં "ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન" એ કહેવત સાર્થક થાય છે. એસટી એ પબ્લિક નાં સુખાકારી નું સુસાધન છે આ કોઈ અધીકારીઓ અને વગે3 નાં લે ભાગું કમેચારીઓની પ્રાઇવેટ પેઢી નથી તાલુકા ની પબ્લિક ને જે જોઇએ છે એ સુવિધા આપવાનાં બદલે કોઈ માંગણી વગર બપોરની ભાવનગર, છોટાઉદેપુર, બારીયા જેવા રૂૂટથી આજે નિગમને લાખોનું નુકશાન થયું છે જેની તમામ માહિતી અધિકાર અધિનિયમ મુજબ મોજુદ છે. વર્ષોથી ચાલતા અનેક લોકલ બસ રૂૂટોને મન ધડક સેડયુલો બનાવી રોજનું હજારો રૂૂપિયાનું નુકશાન કરાવાઇ રહ્યું છે.

Advertisement

ઘણાં વર્ષોથી સંચાલિત જામજોધપુર ઉપલેટા ધોરાજી ગોંડલ સાળંગપુર ધંધુકા એક્સપ્રેસ બસ રૂૂટ ને સ્થાનિક કમેચારીઓ દ્વારા જાણીજોઈને નુકશાન કરવામાં આવ્યું હતું આ બસ મુસાફરો ઓછાં મળવાનાં કારણે નહીં પરંતુ જામજોધપુર ડેપો નાં અણધડ વહીવટ નાં કારણે આવક ગુમાવી હતી આ જામજોધપુર ઉપલેટા ગોંડલ સાળંગપુર ધંધુકા એક્સપ્રેસ બસ માટે અમદાવાદ સેન્ટ્રલ ઓફિસ દ્વારા 2055 નંબરનું નવું વાહન રૂૂટ બોડે સાથે ફાળવવામાં આવેલ પરંતુ આ વાહન કોઈ બીજાં ડેપો ને ફાળવી દેવામાં આવ્યું છે અને આ બસ રૂૂટ માટે જામજોધપુર શહેર અને તાલુકાના અનેક આગેવાનો એ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી પરંતુ જામજોધપુર ડેપો તથા જામનગર વિભાગ નાં કમેચારીઓ એવું કહી રહ્યા છે કે અમે છીએ ત્યાં સુધી આ બસ રૂૂટ ચાલુ કરવામાં આવશે નહીં તો આ બાબત લોકશાહી માટે ખૂબજ ગંભીર અને સરમ જનક છે. આવાં ન ફરકા અધિકારી ઓના કારણે સમગ્ર નિગમ ની પ્રતિષ્ઠા નેં ઠેશ પહોંચે છે.

એક તરફ ગુજરાત સરકાર એસટી ની કાયા પલટ માટે ખૂબજ સુંદર કામગીરી કરી રહી છે નવા વાહનોની ફાળવણી કરવામાં આવી રહી છે ત્યારે જામજોધપુર એસટી ડેપો પબ્લિક ની સુવિધા ઝુંટવી કોઈ એક વ્યક્તિ નાં વિરોધ નાં કારણે ચાર તાલુકા ના મુસાફરો ની સુવિધા ઝુંટવી લીધી છે જામજોધપુર થી કચ્છ તરફ જવા માટે ફક્ત એક બસ જામજોધપુર માતાના મઢ બંધ કરી દેવામાં આવી છે. દરેક બસ રૂૂટ કાયમી આવક નથી આપતાં પરંતુ સરકાર પરંતુ સરકાર ની પ્રતિષ્ઠા માટે અમુક ઓછી આવક ધરાવતા બસ રૂૂટોને પણ ચાલુ રાખવા જોઈએ. આવાં નાનાં નાનાં પ્રશ્નો ના કારણે આજે ઘણા સમયથી જામજોધપુર લાલપુર તાલુકા માંથી સત્તાધારી પક્ષ દુર થયોછે. એ રાજ્ય સરકાર માટે ભવિષ્યમાં પણ નુકશાન કરતાછે.

Advertisement

આ બાબતે વહેલી તકે ઘટતું કરવામાં નહીં આવેતો આવતા સમયમાં અમારી સમિતિ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. રાષ્ટ્રીય માનવાધિકાર સુરક્ષા સમિતિ જામનગર જિલ્લા સચિવ કલ્પેન્દ્રસિંહ એન ચુડાસમા દ્વારા જામજોધપુર ધંધુકા એક્સપ્રેસ બસ રૂૂટ બાબત નિગમના એમડી તથા વાહનવ્યવહાર મંત્રી હષેભાઇ સંઘવી ને પત્ર લખી તમાંમ માહિતી થી વાકેફ કરવામાં આવ્યાં છે. વહેલી તકે મુસાફરો ની માંગણી મુજબ યોગ્ય કરવા જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement