For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રભરમાં કાલે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે

11:40 AM Oct 28, 2025 IST | admin
સૌરાષ્ટ્રભરમાં કાલે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે

જય જલિયાણના નાદ સાથે હજારો પદયાત્રિકો વિરપુર પહોંચ્યા: ઠેર-ઠેર ધ્વજાજીનું પૂજન, મહાઆરતી, અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદીનું આયોજન

Advertisement

રઘુવંશી સમાજમાં અનેરો થનગનાટ: ઘેરઘેર રંગોળી અને આસોપાલવના તોરણ બંધાયા, ભવ્ય શોભાયાત્રા નીકળશે

ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આવતી કાલે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવાશે, બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે જલા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડે છે,જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકો દૂરદૂર થી વાહનો મારફત તેમજ સાયકલો લઈને તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા સોળ વર્ષથી અવિરતપણે બાપાની જન્મજયંતિ નિમિત્તે સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો પદયાત્રીકો તેમજ સાયકલ યાત્રા સંઘ આવી પહોંચ્યો હતો,તેમજ અમદાવાદ, વડોદરા, સુરત,ભરૂૂચ, નવસારી તેમજ મુંબઈ,ઉત્તર ગુજરાત સહીતના યાત્રિકો જલાબાપામાં અતૂટ શ્રદ્ધા અતૂટ વિશ્વાસ ધરાવતા યાત્રીઓએ જલારામ બાપાની જય તેમજ જય રામ ના નારા લગાવ્યા હતા.

Advertisement

વીરપુરમાં જલારામ બાપાની જયંતિ એટલે જાણે બીજી દિવાળી હોય તેમ ઘેર ઘેર રંગોળીઓ તેમજ મુખ્ય રસ્તાઓ પર જલારામ બાપાની જીવન ઝાંખી દર્શાવતા વિવિધ ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ મિત્ર મંડળો દ્વારા ભાવિકો માટે વિનામૂલ્યે ઠંડા પીણાં, શરબત, છાશ તેમજ ચા નાસ્તા સહીતના સ્ટોલો ઠેરઠેર ગોઠવવામાં આવ્યા છે, જલારામ બાપાની 226 મી જન્મ જયંતી બુધવારે વહેલી સવારે જલાબાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામબાપા તેમજ બાપાના પરિવારજનો દ્વારા જલારામ બાપાની સમાધિનું પૂજન કરશે ત્યાર બાદ જલારામ બાપાની આરતી કરવામાં આવશે તેમજ સવારે નવ વાગ્યે મીનળવાવ ચોકથી ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં 226 કિલો બુંદીનાને ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે જેની તૈયારીઓના ભાગરૂૂપે 226 કિલો બુંદી ગાંઠિયાના પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે,જ્યારે ચામુંડા ચોક ખાતે યુવાનો દ્વારા મંગળવારે રાતે 12 વાગ્યે ભવ્ય કેક કાપીને ભાવિકોને વિતરણ કરાશે અને જલાબાપાની મહા આરતી કરાશે.

જલારામ બાપાની 226મી જન્મ જયંતિને લઈને દૂરદૂરથી ભાવિકોનો પ્રવાહ વીરપુર તરફ આવતા હોવાથી ટ્રાફિક કે કોઈ અઈચ્છનીય બનાવો ન બને તે માટે વિરપુર પોલીસ દ્વારા એકસો સાઈઠ વધુ પોલીસ જવાનો નો બંદોબસ્ત વિરપુર પોલીસના પીઆઈ.એસ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યો છે. બાપાની 226મી જયંતિને લઈને વીરપુરવાસીઓ તેમજ ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો દેશ વિદેશ માંથી આવતા લાખો ભક્તો જલારામ બાપાને શીશ ઝુકાવીને ધન્યતા અનુભવશે.

દ્વારકા
દ્વારકામાં જલારામ સેવા સમિતિ તેમજ સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્ય ઊજવણી કરાશે. દ્વારકાના જલારામ મંદિરે સવારે 9:00 કલાકે અભિષેક પૂજા, સવારે 10:00 કલાકે ધ્વજાજીનું પૂજન, બપોરે 4:30 કલાકે મહાઆરતી, બપોરે 4:30 થી 7:30 સુધી અન્નકૂટ દર્શન, બપોરે 4:30 કલાકે બપોરની ધ્વજાજીનું પૂજન કરાશે. સાંજે 5:00 કલાકે ભવ્ય શોભાયાત્રા દ્વારકા પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત હરિનામ સંકીર્તન મંદિર (રામધૂન) થી પ્રસ્થાન કરશે જે દ્વારકાના વિવિધ રાજમાર્ગો પર ફરી ભથાણ ચોકમાં પૂર્ણ થશે. ગુગ્ગુળી બ્રાહમણ બ્રહમપુરી નં.(1) ખાતે સાંજે 7:00 થી 10:00 સુધી સમસ્ત લોહાણા સમાજ માટે સમૂહ મહાપ્રસાદી (નાત)નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે બ્રહમપુરી ખાતે સાંજે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી રકતદાન કેમ્પનું આયોજન પણ કર્યું છે.

જામ ખંભાળિયા
જલારામ બાપાની 226 ની જન્મ જયંતીની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયાવાસીઓ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવનાર છે. જલારામ બાપાની જન્મ જયંતીના પાવન પર્વ નિમિત્તે પૂર્વ સંધ્યાએ આજરોજ મંગળવારે રાત્રે 9:30 વાગ્યે જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે જલારામ મંદિર ખાતે જલારામ બાપાની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતી સેવાભાવી ધાર્મિક સંસ્થા ગાયત્રી ગરબા મંડળના કલાકારો બાપાની ઝાંખી રજૂ કરશે.આ ઉપરાંત જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતી નિમિત્તે બુધવારે સવારે 8 વાગ્યે જલારામ બાપાની આરતી, સવારે 6:30 થી 10 વાગ્યા સુધી અન્નકોટના દર્શન, 9 વાગ્યે જલારામ મંદિરે નૂતન ધ્વજારોહણ, 10:30 વાગે દાતાઓનું સન્માન અને 12:30 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન ટ્રસ્ટના ઉપક્રમે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા જલારામ મંદિર ખાતેથી બપોરે 4 વાગ્યે પ્રસ્થાન કરશે. જે શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરી, રાત્રે બેઠક રોડ પર નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થશે. લોહાણા મહાજન ટ્રસ્ટના નેજા હેઠળ રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો માટે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 6:30 થી 8:30 વાગ્યા સુધી જ્ઞાતિના બહેનો માટે તેમજ રાત્રે 8:45 થી 10 વાગ્યા સુધી રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ માટે સમૂહ ભોજન (નાત)નું આયોજન કરાયું છે. ખંભાળિયા તાલુકાના બેરાજા (બારાડી) ગામે પણ જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરનાર છે. આ પ્રસંગે બુધવારે સવારે 10 વાગ્યે શોભાયાત્રા, 10:30 વાગ્યે બટુક ભોજન, 11:30 વાગ્યે નૂતન ધ્વજારોહણ, 12 વાગ્યે મહા આરતી તેમજ બપોરે 1 વાગ્યે રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ-બહેનો માટે મહાપ્રસાદ (નાત) નું સુંદર આયોજન બેરાજા (બારાડી) ગામના જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું છે.

ભાટિયા લોહાણા મહાજન દ્વારા કાલે જલારામ જયંતિની કરાશે ઉજવણી
શોભાયાત્રા, મહાઆરતી અને જ્ઞાતિ ભોજનનુ આયોજન
ગુજરાત મિરર, ભાટીયા તા. 28- ભાટીયા લોહાણા મહાજન દ્વારા પુજય જલારામ બાપાની 226 મી જન્મ જંયતિની ભવ્ય ઉજવણી તા. 29-10-25 ને બુધવારનાં રોજ ભાટીયા લોહાણા મહાજન વાડી ખાતે કરવામા આવશે. જેમા તા. 28-10-25 નાં સાંજે 4.30 વાગ્યે ભવ્ય શોભાયાત્રા લોહાણા મહાજન વાડી ખાતે થી નીકળશે જે ગામનાં દિન દયાલ ચોક થઇ જલારામ મંદિરે પહોચશે અને સાંજે 6.45 વાગ્યે જલારામ મંદિરે મહા આરતી યોજાશે અને ત્યાર બાદ સાંજે 7.30 વાગ્યે લોહાણા મહાજન વાડી ખાતે સમુહ જ્ઞાતી ભોજન પ્રસાદી સહીત વિવિધ ધાર્મીક પ્રંસગો રાખવામા આવેલ છે. જેમા દરેક લોહાણા જ્ઞાતી પરીવારોએ સહ પરીવાર ઉપસ્થીત રહી અને લાભ લેવા ભાટીયા લોહાણા મહાજન દ્વારા અનુરોધ કરાયો છે.

મોરબીના જલારામ ધામ ખાતે કાલે બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાશે

ધૂન, અન્નકૂટ, મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

સંત સિરોમણી જલારામ બાપા ની 226મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશ ના ભક્તજનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ દ્વારા તા.29-10-2025 બુધવાર કારતક સુદ સાતમ ના રોજ પૂ.જલારામબાપા ની 226મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવા નુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે 6 કલાકે પ્રભાતધૂન, 10 કલાકે અન્નકુટ દર્શન, બપોરે 11:30 કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે 12 કલાકે મહાઆરતી,12:30 કલાકે મહાપ્રસાદ, બપોરે 2:30 કલાકે પૂ.જલારામ બાપા નુ પૂજન, બપોરે 4 કલાકે લોહાણા સમાજ ની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાજન-મોરબી સહીત ની સંલગ્ન સંસ્થાઓ દ્વારા છેલ્લા 1 માસમાં અવસાન પામેલ સમાજના 12 વડીલોને શ્રધ્ધાંજલિ અર્પવાના હેતુસર લોહાણા સમાજના વડીલ વંદના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજ ની વિશેષ વ્યક્તિઓ ને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવા મા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો,ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમ ના વડીલો,સાતમા વર્ષે અનાથાશ્રમ ની બાળાઓ,આઠમા વર્ષે કીન્નરો,નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયાર મા વર્ષે ફાયર બ્રિગેડ ના જવાનો, બારમા વર્ષે હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્રારા તેરમા વર્ષે પીજીવીસીએલના વાયરમેન, ગત વર્ષે એસ.ટી. વિભાગ ના મહિલા કંડકટર ના વરદ્ હસ્તે કેક કટીંગ કરવા મા આવ્યુ હતુ.પ્રવર્તમાન વર્ષે પણ સમાજ ના આવા જ વિશેષ વ્યક્તિઓ ને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવશે.

પ્રવર્તમાન વર્ષે બપોરે 4 કલાકે સર્વે લોહાણા સમાજ ના વડીલો માટે લોહાણા મહાજન-મોરબી, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, જલારામ ધામ-મોરબી, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી, જલારામ સેવા મંડળ-મોરબી, જલારામ ધામ મહિલા મંડળ-મોરબી, જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર-મોરબી સહીત ની વિવિધ સંસ્થાઓ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાશે. આમંત્રિત વિશેષ વ્યક્તિઓ નુ નામ સરપ્રાઈઝ રાખવા મા આવેલ છે જે જલારામ જયંતિ ના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમ મા સર્વે જલારામ ભક્તોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement