જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહને તમામ સુવિધા મળતી હોવાના આક્ષેપ સાથે જેલ બદલીની રજૂઆત
રીબડાના મૃતક અમિત ખુંટના ભાઈ મનીષ દામજીભાઈ ખૂંટે જેલ વડાને પત્ર લખી જૂનાગઢ જેલમાં રીબડાના અનિરુધ્ધસિંહને તમામ વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરી અનિરુધ્ધસિંહ જાડેજાને જૂનાગઢથી અન્ય જેલમાં ખસેડવા રજૂઆત કરી છે. મનીષ દામજીભાઈ ખૂંટે કે જુનાગઢ જેલ વડા અને અનિરૂૂધ્ધસિંહ વચ્ચે સાઠગાઠ હોવાનુ અને તેને મોબાઈલ સહીતની સુવીધાઓ આપતા હોવાના આક્ષેપ સાથેના સ્ફોટક પત્રથી ખળભળાટ મચી ગયો છે.
રીબડાના અમીત ખૂંટના ભાઈ મનીષ ખૂંટએ રાજય જેલ વડાને તા.11 ઓકટોબરના રોજ લેખીતમાં ફરીયાદ કરી હતી જુનાગઢની જેલના પાકા કામના કેદી અનિરૂધ્ધસિંહ જાડેજાને જીલ્લા જેલ અધિક્ષક દિપક કુમાર ગોહેલ સાથે સાઠગાઠ હોય જેલમાં કેદી અનીરૂૂધ્ધસિંહ જાડેજાને મોબાઈલ સહીતની સવલતો આપતા હોવાનો આક્ષેપ કર્યા હતા તેમજ અનિરૂધ્ધસિંહને જેલમાં બહારના માણસોને છુટથી મળવા પણ દેવાતા હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ તાજેતરમાં જ જેલ જડતી વેળાએ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની બેરેક માંથી એક મોબાઈલ મળી આવ્યો હતો અને જેમા પોલીસમાં ગુનો પણ નોધવામાં આવ્યો છે.
તેમજ થોડા દિવસ પુર્વે રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ચેકઅપ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. અનિરુધ્ધસિંહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવાનાં બહાને ખંડણી, ગેરકાયદેસર ચુંટણી કરાવવા લઇ આવવામાં આવ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે જે પણ શંકાસ્પદ હોવાનુ જણાવ્યુ હતુ. અનિરુદ્ધસિંહ 2018 પહેલા જ્યારે જૂનાગઢ જિલ્લા જેલમાં હતા ત્યારે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતાં હોઈ તે અંગેની જાણ થતાં ગુજરાત હાઇકોર્ટે તેની ઈન્કવાયરી કરાવી હતી. આ આરોપી મારા ભાઈ અમિત ખૂંટની આત્મહત્યા કેસના આરોપી છે, અને જો તેમને આ રીતે ફોન સહિતની ગેરકાયદે સુવિધાઓ મળતી રહેશે તો તેઓ અમને અથવા અમારા પરિવારને કે અમારા કેસમાં નુકસાન પહોંચાડશે તેવી અમને દહેશત છે. આથી તેમની પાસેથી મળેલા ફોનની તપાસ એસ.ઓ.જી. તથા ક્રાઈમ બ્રાન્ચને સોંપવા અને અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલા હોય તો તેની તપાસ કરી કાર્યવાહી કરવા, જેલ અધિક્ષ સામે કાર્યવાહી કરવા અને અનિરુધ્ધસિંહને જુનાગઢ જેલથી અન્ય જેલ ટ્રાન્સફર કરવા ફરીયાદમાં જણાવ્યુ છે. ઉપરાંત મનીષ ખૂંટ દ્વારા અનિરૂૂધ્ધસિંહ જાડેજા અને તેના પુત્રો તેમને અને તેમના પરીવારને નુકશાન પહોચાડે તેવી દહેસત કરી હતી.