ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જાફરાબાદના ટીંબી ગામે નાના ભાઇના હાથે મોટા ભાઇની હત્યાથી અરેરાટી

01:07 PM Mar 11, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે નજીવી બાબતે નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી નાંખતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ટીંબી ગામમાં રહેતા હરજી સરવૈયા (23)એ પોતાના મોટાભાઈ નરસિંહ સરવૈયા (28) પાસે બાઈક માંગ્યું હતુ. જો કે નરસિંહે બાઈક આપવાનો ઈનકાર કરતાં હરજીએ ઝઘડો કર્યો હતો.

Advertisement

આ દરમિયાન મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા હરજીએ નરસિંહને ઊંચકીને જમીન પર પટકતાં તે મોતને ભેટ્યો હતો. મોટાભાઈની હત્યા બાદ નાનોભાઈ ફરાર થઈ ગયો હતો.બીજી તરફ આ બનાવની જાણ થતાં નાગેશ્રી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઈજા થવાથી નરસિંહનું મોત થયું હોવાનું સામે આવ્યું હતુ.

આ મામલે પોલીસે હત્યારા હરજી વિરુદ્ધ 302 મુજબ ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગણતરીના કલાકોમાં હરજીની ધરપકડ કરીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsmurder
Advertisement
Advertisement