રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોપાલ સ્નેક્સના રોકાણકારોને રોવાનો વારો, શેરનું ધોવાણ

05:24 PM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટની ગોપાલ સ્નેકસના આઇપીઓના શેરનું આજે લિસ્ટિંગ થતા શેરબજારમાં તેજી વચ્ચે પણ ગોપાલ સ્નેકસનો આઇપીઓ ઉંધા માથે પટકાયો હતો અને રોકાણકારોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો હતો. કંપનીના મેનેજમેન્ટ ઉપર ભરોસો મુકી નાણા રોકનાર હજારો રોકાણકારોને આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે અને છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે.આઈપીઓને મધ્યમ પ્રતિસાદ મળ્યો હોવા છતાં ગુરુવારે ગોપાલ સ્નેક્સના શેરનું લિસ્ટિંગ સારું રહ્યું ન હતું. સ્થાનિક શેરબજારની નરમાઈ વચ્ચે ગોપાલ સ્નેક્સના શેર 12 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ સાથે શેરબજારમાં લિસ્ટ થયા હતા. ગોપાલ સ્નેક્સના શેર ગજઊ પર રૂૂ. 351ના ભાવે લિસ્ટ થયા હતા. 401 રૂૂપિયાના ઈંઙઘના અપર પ્રાઇસ બેન્ડ કરતાં આ 12.47 ટકા ઓછું છે. જ્યારે ગોપાલ સ્નેક્સનો શેર ઇજઊ પર રૂૂ. 350ના ભાવે ખૂલ્યો હતો, જે ઇશ્યૂ ભાવ કરતાં 12.72 ટકા ઓછો છે.

Advertisement

નમકીન કંપનીનો ઈંઙઘ 6 માર્ચે ખોલવામાં આવ્યો હતો અને તે 11 માર્ચ સુધી બિડિંગ માટે ઉપલબ્ધ હતો.શેર દીઠ રૂૂ. 1ની ફેસ વેલ્યુની સામે, ઈંઙઘમાં રૂૂ. 381 થી રૂૂ. 401ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. આ ઈંઙઘના એક લોટમાં 37 શેર હતા. એટલે કે આ ઈંઙઘમાં રોકાણ કરનારા રોકાણકારોએ ઓછામાં ઓછા 14,837 રૂપિયાનું રોકાણ કર્યુ હતું પરંતુ હવે ખોટ સહન કરવી પડે છે.
જો આપણે લિસ્ટિંગ રેટ પર નજર કરીએ તો 350 રૂપિયામાં એક લોટની કિંમત 12,950 રૂૂપિયા થઈ જાય છે. આનો અર્થ એ થયો કે ગોપાલ સ્નેક્સના ઈંઙઘમાં નાણાં રોકનારા રોકાણકારોને દરેક લોટ પર 1,887 રૂૂપિયાનું નુકસાન થયું છે.

અગાઉ આ ઈંઙઘને બજારમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. તે ચઈંઇ કેટેગરીમાં મહત્તમ 18.42 વખત સબ્સ્ક્રાઇબ થયું હતું.જ્યારે ગઈંઈં સેગમેન્ટમાં ઈંઙઘ 10 ગણું અને રિટેલ સેગમેન્ટમાં 4.22 ગણું સબસ્ક્રાઇબ થયું હતું. કર્મચારીઓ માટે આરક્ષિત હિસ્સાને 7.27 ગણી બિડ મળી હતી. એકંદરે ઈંઙઘને 9.50 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

Tags :
gopal shareGopal Snacks Sharegujaratgujarat newsindiaindia news
Advertisement
Next Article
Advertisement