For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશુભાઈના નામ સાથે રાજકોટ એરપોર્ટનું નામ જોડવું એ ગર્વની વાત હશે: નથવાણી

01:15 PM Sep 28, 2024 IST | Bhumika
કેશુભાઈના નામ સાથે રાજકોટ એરપોર્ટનું નામ જોડવું એ ગર્વની વાત હશે  નથવાણી
Advertisement

રાજકોટમાં આગામી તારીખ 27 ઓક્ટોબરના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ કેસુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ કુર્મી સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તે પૂર્વે સ્વ કેસુભાઈ પટેલના પુત્ર ભરતભાઈ પટેલે કેશુબાપાને ભાજપે ભુલાવી દીધાનો વસવસો વ્યક્ત કરી રાજકોટમાં નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવા લાગણી વ્યક્ત કરતા રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણીએ પણ ભરતભાઈ પટેલની લાગણી સાથે સુર પરવ્યો છે અને રાજકોટ એરપોર્ટને સ્વ કેશુભાઈ પટેલનું નામ આપવાની લાગણી વ્યક્ત કરી છે.

ભરત પટેલના નિવેદન બાદ સાંજે પરિમલ નથવાણીએ પણ સોશિયલ મીડિયામાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને કેશુભાઈ પટેલને એક વરિષ્ઠ નેતા ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના નામ પરથી એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું એ ગર્વની વાત હશે.

Advertisement

આમ હવે રાજકોટના નવા એરપોર્ટને સ્વ કેશુભાઈ પટેલનું નામ આપવાની માંગમાં સ્વ કેશુભાઈ પટેલના પુત્ર ઉપરાંત ભારતના ટોચના ઉદ્યોગ ગૃહ સાથે સંકળાયેલા અને રાજ્યસભાના સાંસદ પરિબળ નથવાણી એ પણ ઝૂકાવ્યું છે જેના કારણે આગામી દિવસોમાં આ ઝુંબેશને વધુ બળ મળે તેવી શક્યતા દર્શાવાય છે.
આ સિવાય પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે પણ રાજકોટ એરપોર્ટનું સ્વ. કેશુભાઈ પટેલ નામ આપવાની લાગણી વ્યક્ત કરી જણાવ્યું છે કે, સ્વ. કેશુભાઈ પટેલના પુત્રએ આપી માંગણી કરવી પડે તે ભાજપ માટે શરમજનક છે જો કેશુભાઈનું નામ એરપોર્ટ સાથે જોડાય તો તે ભાજપ સિવાય ગુજરાત આખુ સ્વીકારશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement