For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પટ્ટા ઉતરતા વાર નહીં લાગે, પૂંજા વંશની ચીમકી

05:15 PM Feb 13, 2025 IST | Bhumika
પટ્ટા ઉતરતા વાર નહીં લાગે  પૂંજા વંશની ચીમકી

Advertisement

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે રાજકીય જુબાની જંગ તેજ થઇ ગઇ છે. જુનાગઢ મહાનગર પાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઇ વંશે જાહેર મંચ ઉપરથી પોલીસ અને વહીવટી અધિકારીઓને ચીમકી આપી હતી.

પુંજાભાઈ વંશે આકરા અંદાજમાં ખાખી વર્દી અને વહીવટી તંત્રને ચેતવણી આપતા કહ્યું કે ખાખી વર્ધી અને વહીવટી કર્મચારીઓ અને અધિકારીઓને કહેવા માગું છું કે ભાજપની ચાપલુસી કરવામાં અથવા તેના એજન્ટ બની કામ કરવામાં જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્ધી છોડી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ચૂંટણી લડવા આવો અમને વાંધો નથી, પણ ભાજપની સાથે કામ કરીને તમારે રાડો પાડવી હોય તો ઘણા બધા સ્થળો છે, રાડો પાડવા માટે કોણ તમને રોકે છે?

Advertisement

તેમણે જણાવ્યું હતું કે, અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને, ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય ક્યારેય કોઈ કરી ના શકે, તમે જૂનાગઢને કઈ દિશામાં લઈ જવા માગો છો? આવા કેટલા લોકો ખાખી વર્ધી કે વહીવટી તંત્રની અંદર કામ કરનારા અધિકારી, કર્મચારીઓને ચેતવણી આપવા માગીએ છીએ...

મહેરબાની કરીને વારાફરતી વારો અને મેં પછી ગારો આટલું યાદ રાખજો, સમય બધાનો આવે, કેટલાએ લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે, આ પટ્ટા ઉતરતા વાર ન લાગે આટલું યાદ રાખજો...તેને ધ્યાનમાં રાખીને કામ કરશો 16 મી તારીખે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી, પારદર્શકતાથી લોકો ડર વગર ચૂંટણી પૂરી કરી મતદાન કરી શકે તેવી કલેકટર અને વહીવટી તંત્રને અપીલ કરું છું.

--

Advertisement
Tags :
Advertisement
Advertisement