ચૈતર વસાવા સામે બોલવાનો મારો એકનો ઠેકો નથી, પ્રદેશ નેતાઓ પણ બોલે: વસાવા
ભાજપના સાસંદ મનસુખ વસાવા ફરીથી ભાજપના જ નેતાઓ ઉચર બગડયા છે, અને તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે, તેમણે કહ્યું કે, ભરૂૂચ ભાજપના નેતાઓ ચૈતર વસાવા સામે બોલતા નથી અને ખાલી મે એકલાએ ઠેકો નથી લીધો તેમ કહી મનસુખ વસાવાએ ભરૂૂચ ભાજપના નેતા અને ચૈતર વસાવા સામે પ્રહારો કર્યા હતા
ચૈતર વસાવા મુદ્દે ધારાસભ્યો બોલતા ન હોવાથી સાંસદ અકળાયા હોવાની વાત સામે આવી છે, મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે, ચૈતર વસાવા સામે 19 ગુના નોંધાયેલા છે અને ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છે, મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, ચૈતર મુદ્દે પ્રદેશ નેતાઓએ પણ બોલવું પડે ખાલી એકલા મનસુખભાઇ ઠેકો નથી લીધો, દર્શનાબેન અને મોતીસિંહ કેમ ચૈતર વસાવા સામે બોલતા નથી ?
મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે, આવા તત્વો સામે નહીં બોલીએ તો ખતમ થઇ જઇશું, અને ચૈતર અને તેના ગુંડાઓ સામે હું લડું છું, મને પણ સપોર્ટ કરો તેવી વાત તેમણે કરી હતી, આજે રાજસ્થાન જુઓ આગળ વધી રહ્યું છે, સાંસદ અને બે ત્રણ જિલ્લા પંચાયત કબજે કરી છે, ચૈતર વસાવાને જામીન પણ મળતા થથી, તો ચૈતર વસાવા બહાર ના નિકળે તેના માટે તેના માણસો સારા વકીલ પણ રોકતા નથી. મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, જો આવા તત્વો સામે નહીં બોલીએ અને મૌન રહીશું તો પતી જઈશું, ચૈતર સામે વિધાનસભા લડવી હોય તો મેદાનમાં આવે અને અમે જોખમ રાખીને ફરીએ છે સાથે સાથે ભાજપ પક્ષ માટે પણ બોલી રહ્યાં છીએ.