રાજસત્તા ક્યારે છીનવાઈ જાય તે નક્કી નથી
ગોપનાથ કથા દરમિયાન રાજસ્વી હસ્તીઓએ કથા અને કથાકાર નો સત્સંગ કર્યો
તળાજા ના મોટાગોપનાથ ખાતે રામકથા ની સાથે સનાતન ધર્મ નો વિશ્વભરમાં વ્યસગાદી પરથી ડંકો વગાડનાર રામાયણી મોરારીબાપુ ની કથા દરમિયાન ભાવનગર જિલ્લાના રાજકીય લોકો પણ હાજર રહી કથા શ્રવણ સાથે વક્તા ના દર્શન કરવા આવ્યા હતા.
અનેક રાજસ્વી વ્યક્તિઓએ પોતાના ફોટાઓ વાયરલ કર્યા હતા.જેમાં હાલના કેન્દ્રીય મંત્રી નિમુંબહેન બાંભણીયા,ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના નો સમાવેશ થાય છે. એ લોકો આવ્યા બાદ બીજા દિવસે જિલ્લા ના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય લેવલે ભાજપ ના ઉપાધ્યક્ષ રહેલ ભારતીબેન શિયાળ,તળાજા યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા સહિતના એ કથા શ્રવણ અને બપી સાથે રૂૂબરૂૂ થવાનો લાભ લીધો હતો.
સૌએ પોત પોતાના ફોટાઓ વાયરલ કર્યા હતા.એ ફોટાઓ લોકોમાં ચર્ચા નું કેન્દ્ર બન્યા હતા.એકવાત સૌએ કહી હતીકે રાજ સત્તા એ ધર્મ સત્તા ના દર્શન કર્યા હતા.સાથે રાજસત્તા ક્યારે છીનવાઈ જાય અથવા તો લોકશાહી મા પક્ષ કે મતદારો જાકારો આપે તે નેતાઓના કર્મ ઉપર આધાર રાખે છે.લોકશાહી મા રાજસ્વી વર્ચસ્વ ટકાવી રાખવું વધુ મુશ્કેલ છે કારણકે દર પાંચ વર્ષે જનતા પાસે જનાર્દન સમજી ને જવું પડે છે.