મૃત પાઇલોટ પર દોષનો ટોપલો ઢોળવો સરળ, તપાસમાં પારદર્શિતા માટે પૂરો ડેટા જાહેર કરવો જરૂરી
અમદાવાદ પ્લેન દુર્ઘટના પીડિતો વતી અમેરિકામાં કોર્ટ લડનાર વકીલ માઇક અમદાવાદમાં
12 જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ પ્લેન ક્રેશ થયું હતું. અમેરિકાના માઇકલ એન્ડ્રુએ ત્યાંની કોર્ટમાં બોઇંગ સામે કેસ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં 70થી વધુ પરિવારના લોકોને એન્ડ્રુને કેસ લડવા માટે સંમતિ આપી છે. માઇકલ એન્ડ્રુ રવિવારે મૃતકોના પરિવાર સાથે તેમજ ક્રેશ સાઇટની પણ મુલાકાત લીધી હતી.
તેમણે જણાવ્યું કે, જે પ્લેન ક્રેશમાં પાઇલટનું મૃત્યુ થાય છે તેમાં મોટાભાગના કેસમાં દોષનો ટોપલો પાઇલટ પર ઢોળી દેવાય છે. કારણ કે આ પાઇલટ ક્યારેય પોતાનો બચાવ કરવા આવવાનો નથી કે તેનું જસ્ટીફિકેશન લોકો સામે આવવાનું નથી. મૃતક પાઇલટ હંમેશાં સોફ્ટ ટાર્ગેટ હોય છે.
જુલાઇમાં લોંસ એન્જલસ અને એ પહેલા પણ એક બોઇંગમાં નમેડેથ કોલ હતો, સદનસીબે પાઇલટે પ્લેન જમીન પર ઉતારવામાં સફળ રહ્યાં હતા. તેમાં ટેકનિકલ ખામીનું તારણ કઢાયું હતું. પરંતુ જો તેમાં પણ કોઇ અનહોની થઇ હોત તો તેનો દોષ પાઇલટને આપવામાં આવ્યો હોત.
પ્લેન ક્રેશમાં અત્યાર સુધી બ્લેકબોક્સની તમામ માહિતી જાહેર કાઈ નથી. તપાસમાં પારદર્શિતા જોવા મળી રહી નથી. જો બ્લેક બોક્સની તમામ માહિતી જાહેર થાય તો હકીકત સામે આવે. લોકો જાણતા નથી કે એ દિવસે ખરેખર પ્લેનમાં શું થયું હતું, કઇ બાબતની ખામી રહી હતી. ફ્યૂઅલ સ્વિચ બંધ થવાની હકીકત શું છે?
રતનટાટા જીવીત હોત તો વળતર ચૂકવાઇ ગયું હોત
અમદાવાદમાં 12મી જૂને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાને 2 મહિના થઈ ગયા છે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી વળતરની રકમ મળી નથી. પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝનું કહેવું છે કે, જો રતન ટાટા જીવીત હોત તો વળતર આપવામાં આટલો વિલંબ ન થયો હોત. મીડિયા સાથે વાતચીત કરતા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝે કહ્યું કે, રતન ટાટાએ ક્યારેય વળતર આપવામાં વિલંબ કર્યો નથી. આ દર્શાવે છે કે જો તેઓ જીવતા હોત, તો AI171 વિમાન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા પછી પીડિત પરિવારોને આટલો સંઘર્ષ ન કરવો પડત. અમેરિકામાં પણ અમે જાણીએ છીએ કે રતન ટાટા કોણ હતા. તેમની કાર્યશૈલી અને કર્મચારીઓ પ્રત્યેનો તેમનો સંભાળ રાખનાર સ્વભાવ બધા જાણે છે. અમને વિશ્વાસ નથી આવી રહ્યો કે અઈં171ના પીડિતોને વળતર આપવામાં કઈ અમલદારશાહી પ્રક્રિયા અવરોધરૂૂપ બની રહી છે, જેના કારણે વળતરમાં આટલો વિલંબ થઈ રહ્યો છે?