કબૂતરી ખાણ ચેકડેમથી જૂનાગઢમાં પૂરની સ્થિતિ સર્જાઇ હોવાની વાત ‘ગપગોળા’
જૂનાગઢ કાળવાનું વધારાનું પાણી ચેકડેમ બનાવી કબુતરી ખાણમાં જતું રોકયુ ને તકલીફ વધી આવા શીર્ષક હેઠળ અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.તે અંગે જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગના કાર્યપાલક ઈજનેર દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.આ સ્પષ્ટતા મુજબ જૂનાગઢ ખાતે આવેલ પોલીસ ટ્રેનિંગ કોલેજની સરકારી જમીનમાં કબૂતરી ખાણ વિસ્તાર આવેલ છે.જે વિસ્તારમાં નવો ચેક ડેમ બનાવવા બાબતે ધારાસભ્ય તથા રેન્જ આઈ.જી.પી જૂનાગઢ દ્વારા અત્રે ની જગ્યાએ ખાસ કિસ્સામાં નવો ચેક ડેમ બનાવવા માટે ભલામણ થયેલ હતી. જે બાબતે નિયમો અનુસાર જરૂૂરી મંજૂરી કાર્યવાહી કરી ચેક ડેમ બનાવેલ છે.
કાળવા વોંકળાનું પાણી ડાબી બાજુ એક નાની સ્ટ્રીમમાં કબૂતરી ખાણ વિસ્તાર તરફ વર્ષોથી ડાયવર્ટ કરાયેલ છે. તે પહેલા બધા જ પાણીનું વહન માત્ર કાળવા વોંકળામાં થતું હતું. ત્યારે જૂનાગઢમાં કોઈ પૂરની પરિસ્થિતિ સર્જાયેલ ન હતી.કબુતરી ખાણ વિસ્તાર તરફ ડાયવર્ટ થયેલ વિસ્તારમાં પાણીનો સ્ટોરેજ વધે અને તાંત્રિક રીતે કોઈ અડચણ ન થાય તેને ધ્યાને લીધા બાદ ડિટેઈલ સર્વે કરી અને ડિઝાઇન મંજૂર કરી અત્રેના વિભાગ દ્વારા નિયમો અનુસાર ચેકડેમ બનાવેલો છે.
જે જગ્યાએથી કાળવા વોંકળાનું પાણી ડાબી બાજુ એક નાની સ્ટ્રીમમાં કબૂતરી ખાણ વિસ્તાર તરફ ડાયવર્ટ થયેલ છે. તેની પહોળાઈની સાપેક્ષે ચેનલમાંથી કુલ પ્રવાહના વધુમાં વધુ આશરે 20 ટકા જેટલો જ પ્રવાહ પસાર થાય છે. જેથી 80 ટકા પાણી કબુતરી વિસ્તારમાં જતી હોવાની વાતમાં કોઈ તથ્ય નથી.
કાળવા વોંકળામાથી કબુતરી ખાણ વિસ્તાર તરફ ડાયવર્ટ થયેલ સ્ટ્રીમનું શરૂૂઆતનું તળિયાનું લેવલ 48.578 મીટર છે. તેમજ આ જંકશન પાસે આવેલ ફોરેસ્ટના ચેકડેમના મથાળાનું લેવલ 49.185 છે. આમ ફોરેસ્ટનો ચેક ડેમ ઓવરફ્લો થાય તે પહેલા કબુતરી ખાણ ચેનલમાં પાણીનો પ્રવાહ ડાયવર્ટ થાય છે. અત્રેના વિભાગ દ્વારા કબુતરી ખાણ વિસ્તારમાં જે ચેકડેમ બનાવેલ છે. તેના મથાળા નું એવરેજ લેવલ 48.90 મીટર છે. જે મુખ્ય કાળવા વોંકળામાં આવેલ ફોરેસ્ટના ચેકડેમ થી 0.285 મી. નીચું છે.
જેથી કબુતરી ચેકડેમ મુખ્ય કાળવા વોંકળામાં આવેલ ફોરેસ્ટના ચેકડેમ ભરાયા પહેલા ઓવરફ્લો થવા માંડે છે. અને કબુતરી ખાણ વિસ્તાર તરફ ડાયવર્ટ થયેલા પ્રવાહ મુજબનું બધું પાણી ઓવરફ્લો થવા માંડે છે. જે ઓવરફ્લોનો ડિસ્ચાર્જ ચેનલના ઇનફલો મુજબનો થઈ જાય છે. તેમજ ચેનલની ઈનફલો કેપેસિટી કરતા કબુતરી ખાણ ચેકડેમની કેપેસિટી વધુ છે અને ત્યાર પછી પાણી કુદરતી ઢાળ થી પ્લાસવા તરફ આગળ વહન કરવા માંડે છે. ઉપરોક્ત હકીકતે ભારે પુરની પરિસ્થિતિમાં પણ પાણી ઉદ્ધવ દિશા માં કોઈ પણ રીતે વહન કરી શકે નહીં
વિશેષમાં તા.18/9/2023 ના રોજ જૂનાગઢમાં ફરીથી ભારે વરસાદ થયેલ અને કાળવામાં ફરીથી પુર આવેલ ત્યારે ચેકડેમ ઓવરફ્લોની પરિસ્થિતિમાં અત્રેના વિભાગના અધિકારી /કર્મચારીઓ સાથે મામલતદાર શ્રી જૂનાગઢ, કાર્યપાલક ઇજનેર મહાનગરપાલિકા (વોટરવર્કસ), જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ, જૂનાગઢ સ્થાનિક આગેવાનો તથા રહેવાસી, સ્થાનિક જાણકારોને સાથે રાખી કબુતરી ચેકડેમ અને ડાયવર્ટ ચેનલના શરૂૂઆતના જંકશનના બને સ્થળની સંયુક્ત સ્થળ ખરાઈ તેમજ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. જે મુજબ કબુતરીખાણ વિસ્તાર તરફ અગાઉના વર્ષો મુજબ જ પણ રીતે નિયત પ્રવાહમાં સલામત રીતે વહેતું હતું. તેમ જ ભૌગોલિક રીતે સ્પષ્ટ દેખાતું હતું કે ભારે પુરમાં પણ આ પાણી ક્યારેય ઉદ્ધવ દિશામાં આવી શકે નહીં. તેમજ સ્થાનિક રહેવાસીઓ દ્વારા તમામની રૂૂબરૂૂમાં પણ આ બાબતનો સ્પષ્ટ સ્વીકાર કરાયો હતો.
આમ, કાળવાનું વધારાનું પાણી ચેકડેમ બનાવી કબુતરી ખાણમાં જતું રોકાયુંને તકલીફ વધી એ આક્ષેપ નકારાયો છે.