300 રૂપિયામાં મજૂરી કરતા યુવાનને આઇટી વિભાગે રૂા.36 કરોડની નોટિસ ફટકારી
સાબરકાંઠામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાબરકાંઠામાં રહેતા એક યુવકને આવકવેરા વિભાગે કરોડો રૂૂપિયાની નોટિસ ફટકારી છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન પર 36 કરોડની આવકવેરા વિભાગની નોટિસ આવતા ચકચાર મચી ગઇ છે. રતનપુર ગામે આવાસ યોજનામાં ઘર બનાવનાર યુવકને આવકવેરા વિભાગે કરોડો રૂૂપિયાની નોટિસ ફટકારી છે. આટલું ઓછું હોય તેમ યુવકને રૂૂબરૂૂ મુલાકાત બાદ પણ આવકવેરા વિભાગે ટેક્સ ભરવા માટે જણાવ્યું હતું.
જી.એસ.ટી તેમજ સી. જી. એસ. ટી નો ટેક્સ સામાન્ય રીતે આર્થિક દ્રષ્ટિએ વ્યાપક આવક ધરાવનારા લોકો પાસેથી વસૂલ કરાતો હોય છે. જોકે સાબરકાંઠાના ઈડરના એક રહીશ ને 36 કરોડ નો બાકી ટેકસ મામલે ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે. ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત 36,000 ની સહાય મેળવી સામાન્ય ખાનગી કંપનીમાં 12,000 ની નોકરી કરતા પરિવાર ઉપર 36 કરોડ નો ટેકસ બાકી હોય તેવી નોટિસ મળતા પરિવાર ઉપર આભ ફાટ્યું છે.
ઈડરના રતનપુર ગામે જીતેશભાઈ મકવાણા પોતાના પાંચ સભ્યોના પરિવાર સાથે હસી ખુશી જીવન ગુજારી રહ્યા હતા. જોકે અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રૂૂપિયા 36 કરોડની નોટિસ આવતા સમગ્ર પરિવારમાં ખળભળાટ સર્જાયો છે. જીતેસભાઈ મકવાણા પોતે અમદાવાદમાં સામાન્ય કંપનીમાં 12 હજાર ની નોકરી કરી કુટુંબનું ભરણ પોષણ કરી રહ્યા છે.
જીતેસભાઈ મકવાણાનું હાલમાં બેલેન્સ માત્ર 12 રૂૂપિયા છે તેમજ ભૂતકાળમાં ટેક્સ આપવાની જેટલી રકમ પણ આજદિન સુધી એકઠી કરી શક્યા નથી તેવા સમય સંજોગે એક સાથે 36 કરોડ રૂૂપિયા ચૂકવવાની નોટિસ મળતા સ્થાનિકો સહિત પરિવારમાં પણ હડકંપ વ્યાપ્યો છે.
સામાન્ય રીતે ગરીબી જીવન હેઠળ પોતાનું ગુજરાન કરતો પરિવાર સવારે 200 રૂૂપિયા થી 350 રૃપિયા સુધીની છૂટક મજૂરી કામકાજ કરી જીવન નિર્વાહ કરી રહ્યો છે ત્યારે પોતાનાં પિતાની છત્રછાયા ગુમાવી વિધવા માતા પોતાનાં એક દિકરા અને દીકરીની સાથે જીવન ગુજારી રહ્યાં છે ત્યારે જીતેશને પત્ની તેમજ બે સંતાન છે બે સંતાન નો પિતા માત્ર 12 હજારની રકમમાં અમદાવાદ શહેરમાં આવેલી ખાનગી કંપનીમાં પટાવાળાની નોકરી કરી અને પત્ની મકાન કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ત્યારે હિતેશ મકવાણા નામના યુવાનના ડોક્યુમેન્ટ ખોટી ઉપયોગ કરી કરોડો રૂૂપિયાનો વ્યવહાર થયાનું યુવાન માની રહ્યો છે. જો કે ચાર દિવસથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈ માતા બહેન પત્ની સહિત યુવાનનો આંખોમાં આંસુ વરસી રહ્યાં છે.