For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતના એક હજાર કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડની તપાસમાં IT વિભાગની એન્ટ્રી

04:10 PM Jul 10, 2025 IST | Bhumika
સુરતના એક હજાર કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડની તપાસમાં it વિભાગની એન્ટ્રી

સુરતના એક બિલ્ડરની ઓફિસમાં રાઉન્ડ ધી ક્લોક ડબ્બા ટ્રેડિંગ અને તમામ પ્રકારની ગેમ પરના સટ્ટાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરીને 1000 કરોડ રૂૂપિયાના ડબ્બા ટ્રેડિંગની વિગતો શોધી કાઢી છે. આ ગેંગ દ્વારા સંખ્યબંધ ભૂતિયા બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેની તપાસ ચાલી રહી છે. હવે આ ભૂતિયા એકાઉન્ટ અને તેમાં થયેલા કરોડો રૂૂપિયાના ટ્રાન્જેક્શનની વિગતે તપાસ કરવા માટે ઇનકમ ટેક્સની ઓફિશિયલ એન્ટ્રી થઇ ગઇ છે. આયકર વિભાગની ટીમે હવે તમામ વ્યવહારો, હવાલા અને આંગડિયા પેઢીઓ દ્વારા થયેલા રૂૂપિયાની હેરફેરીની વિગતોની તપાસ શરૂૂ કરી છે.

Advertisement

સુરત એસઓજીની ટીમે એક બિલ્ડરની ઓફિસમાં દરોડા પાડીને શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગ કરતી તેમજ ઓનલાઇન ગેમિંગ રમાડતી ટોળકીના બે મુખ્ય સૂત્રધારની નંદલાલ ઉર્ફે નંદો ગેવરીયા અને વિશાલ ઉર્ફે વિક્કી ગેવરીયા સહિત આઠ લોકોને ઝડપી પાડ્યા હતા. જેમની વિગતે પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, 250 જેટલી બોગસ આઇડી અને બેન્ક એકાઉન્ટોમાં રૂૂ. 948 કરોડના નાણાકીય વ્યવહારો થયા હતા. આ ટુકડી ડબ્બા ટ્રેડિંગ અને શેરબજારનો સૌદા ઉપરાંત ક્રિકેટ, ફુટબોલ, ટેનિસ અને કેસીનોના ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પરથી લાઇવ સટ્ટો રમાડતી હતી.આ ટોળકી તેમના મળતીયાઓના સંખ્યાબંધ બેન્ક એકાઉન્ટમાંથી મળી આવેલા કરોડો રૂૂપિયા હાલ ફ્રીઝ કરવામાં આવ્યા છે.

તપાસમાં કૌભાંડીઓ દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારોની અને તેમણે જે કરોડો રૂૂપિયાની આંગડિયા પેઢીઓ દ્વારા હેરાફેરી કરી હતી, તેની વિગતો પણ સામે આવી છે. જેની તપાસ ચાલી રહી છે. કૌભાંડ માટે લોકોને પોતાની પાસેના બ્લેક મની રોકવા માટે ઉત્સાહિત કરવામાં આવતા હતા. ડબ્બા ટ્રેડિંગમાં કોણે કેટલા રૂૂપિયા રોક્યા હતા તેની તપાસ ચાલી રહી છે. આ કરોડો રૂૂપિયાના વ્યવહારો વચ્ચે જે બેંક એકાઉન્ટમાં રૂૂપિયાની એન્ટ્રીઓ પાડવામાં આવી હતી. તે તમામ એકાઉન્ટ અને તેમાં થયેલા ટ્રાન્જેક્શનની હવે ઇનકમ ટેક્સ તપાસ કરશે. તપાસ દરમિયાન ઘણી વિગતો સામે આવે તેવી સંભાવના ઇનકમ ટેક્સના અધિકારીઓ જોઇ રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement