ગુજરાતમાં ભાજપના મંત્રીના આશ્રયે ડ્રગ્સ રાજ ચાલે છે? સરકાર ચૂપ કેમ છે ? રાહુલે ઉઠાવ્યા સવાલ
દારૂ-ડ્રગ્સના મુદ્દે ચાલતા વિવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ ઝુકાવ્યુ, ગુજરાતના ગદ્દારોને બચાવવાના પ્રયાસ શા માટે ?
ગુજરાતમા કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે દારૂ-ડ્રગ્સના મામલે ચાલી રહેલા વિવાદમા હવે કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જુકાવ્યુ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ગુજરાત સરકારને ઘેરતા આ મુદો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
રાહુલ ગાંધીએ વધતી નશાખોરી,ગુનાઓ,ગેરકાયદે દારૂૂનું ખુલ્લેઆમ વેચાણ,અને સરકાર દ્વારા ક્રિમિનલોને રાજકીય સંરક્ષણ મળી રહ્યું છે તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા અને સ્પષ્ટ શબ્દોમા કહ્યું કે મહિલાઓના જીવનમાં અસુરક્ષા અને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યું છે.જન આક્રોશ યાત્રામાં મહિલાઓની ઉપસ્થિતિ એ સાબિત કરે છે કે સમસ્યા માત્ર કાયદાકીય નથી એ એક સામાજિક સંકટ બની ગઈ છે.
રાહુલ ગાંધીએ વિશેષ કહ્યું હતુ કે ગુજરાત ગાંધી અને સરદારની ધરતી પણ આજે યુવાઓ ડ્રગ્સના કાદવમાં ધકેલાયેલા છે.ગુજરાત એ સત્ય અને નૈતિકતાની પરંપરાનો પ્રદેશ પણ આજે યુવાવર્ગને નશાની અંધારી દુનિયામાં ધકેલી દેવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ એક ગંભીર આક્ષેપ સાથે સવાલ કર્યો હતો કે કયા ભાજપના મંત્રીના આશ્રયે ગુજરાતમા આ ડ્રગ્સ રાજ ચાલે છે? ગુજરાત પૂછે છે સરકાર ચુપ કેમ છે? કયા BJP ના મંત્રીના સંરક્ષણમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે? ગુજરાતના ગદ્દારોને બચાવવાનો પ્રયાસ શા માટે?
ગુજરાતમા ભારે વરસાદ પૂર પછી ખેડૂતોને રાહત ન મળે અને સરકાર નિષ્ક્રિય તેવા રાહુલ ગાંધીએ ટ્વીટમા સવાલો કરતા યાદ અપાવ્યું કે જ્યારે મોદીજી ગુજરાતના CM હતા ત્યારે સતત રાહત પેકેજની જાહેરાતો થતી.પણ આજે ડબલ એન્જિન સરકાર છે,વડાપ્રધાન પણ ગુજરાતના પણ હજારો પરિવારો હજુ પણ રાહતમાં વંચિત !ખેડૂતોની ફસલો બરબાદ,કર્જ માફી પર મૌન, રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસની જવાબદારી જનતા વચ્ચે રહેવાની અને સરકારની નિષ્ફળતા ઉજાગર કરવાની છે કોંગ્રેસ જનતા પાસે જ રહીને તેમનો અવાજ બનશે અને BJP સરકારની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારને જાહેર કરવાનું ચાલુ રાખશે.આ નિવેદન સ્પષ્ટ કરે છે કે આ મુદ્દો માત્ર રાજકીય નથી તે લોકોના હિતમાં એક સામાજિક યુદ્ધ બની ગયું છે.