ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

EVMની જાણકારી યોગ્ય રીતે થાય છે કે કેમ? કલેક્ટરની સમીક્ષા

05:41 PM Jun 25, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટના નવા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ આજે પ્રથમ વખત EVM વેરહાઉસની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુચ્ચર સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

કલેક્ટર ડો. ઓમ પ્રકાશે વેરહાઉસમાં રાખવામાં આવેલા EVM મશીનોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને તેની સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી.આ મુલાકાત દ્વારા કલેક્ટરે EVM વેરહાઉસની કાર્યપદ્ધતિ અને ત્યાંની વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી હતી. આ નિરીક્ષણનો મુખ્ય હેતુ ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓ માટે EVMની યોગ્ય જાળવણી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

Tags :
EVMgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement