વીરપુરમાં અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે?, સ્વામીએ છેડયો વિવાદ
સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદીત પ્રવચન આપ્યું છે,જેના કારણે જલારામ બાપાના ભકતોમાં રોષની લાગણી જોવા મળી છે.જ્ઞાનપ્રસાદ સ્વામીનો વિવાદીત પ્રવચનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે,જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આર્શિવાદ લીધાનો અને વિરપુરનુ સદાવ્રત ગુણાતિત સ્વામિના આશિર્વાદથી ચાલતુ હોવાનો દાવો સ્વામિનારાયણના સંત વીડિયોમાં કરી રહ્યાં છે. જો કે , આ વીડિયો બાદ વિવાદ સર્જાતા સ્વામીએ માફી પણ માગી લીધી હોવાનુ જાણવા મળે છે.
સુરતના અમરોલીમાં સ્વામિનારાયણના સંત સભા કરી રહ્યાં હતા અને તે દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતુ કે,જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આર્શિવાદ લીધાનો દાવો દાવો કર્યો છે.
જલારામબાપાની જગ્યામાં કાયમના માટે જલારામબાપા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહીને સેવા કરી હોવાની વાત પણ કરી હતી,જ્ઞાનપ્રકાશ સ્વામીએ યાત્રાધામ વીરપુરમાં ચાલતા સદાવ્રત અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે તેવી વાત કરી હતી.
આ વીડિયો વાયરલ થયા બાદ તેના ઉગ્ર પ્રત્યાઘાત પડતા અને રઘુવંશી સમાજમા વિરોધ ઉઠયો હતો. જો કે , વિવાદ સર્જાતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ મીડિયામા માફી માંગી લીધી હતી અને કોઇનુ દિલ દુભાયુ હોય તો હું માફી માંગુ છુ તેવુ જણાવ્યુ હતુ.