રથયાત્રામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક, CCTV, ડ્રોન મારફત સમગ્ર રૂટ પર ચાંપતી નજર રખાશે
આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્ત્વનની બેઠક મળી હતી.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને આયોજન અંગે ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં ભગવાનની રથયાત્રા સુખદ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
હર્ષ સંઘવી અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશનર, ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. જેમાં હર્ષ સંઘવીએ રથયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા નિર્દેશ કર્યાં હતા.
આ વર્ષે પણ પોલીસ CCTV તેમજ ડ્રોન મારફતે સમગ્ર રથયાત્રાના રૂૂટ પર ચાંપતી નજર રાખશે.
આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થાય, ત્યારે સૌહાદપૂર્ણ વાતાવરણ જળવાય તેની કાળજી લેવામાં આવશે. આ ઉપરાંત પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ અઈં ટેક્નોલોજીથી સજ્જ કેમેરાની મદદથી ભીડની હીલચાલ પર નજર રાખશે.