આયર્લેન્ડ મહીલા ક્રિકેટ ટીમનાં ખેલાડીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની લીધી મુલાકાત
11:35 AM Jan 18, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
મહાત્મા ગાંધીજીની વિચારધારા અને સંદેશાથી ખેલાડીઓ થયા પ્રભાવિત
આયરલેન્ડ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમની ખેલાડીઓ જ્યોર્જિના ડેમ્પસી અને લિયા પોલએ તારીખ 16-01-2025ના રોજ રાજકોટ શહેરના ઐતિહાસિક સ્થળ એવા ગાંધી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન બંને ખેલાડીઓએ ગાંધીજીના જીવન અને તેમના આદર્શોના વિવિધ પાસાઓને નજીકથી જાણ્યા હતા. મહાત્મા ગાંધીજીની વિચારધારા અને તેઓના સંદેશાથી ખેલાડીઓ પ્રભાવિત થયા હતા મ્યુઝિયમના અધિકારીઓએ તેમના આગમન પર હર્ષ વ્યક્ત કર્યો અને તેમને મ્યુઝિયમની વિશેષતાઓની વિગતો આપી. ખેલાડીઓએ રાજકોટ શહેર અને અહીંના લોકોએ દર્શાવેલી મહેમાનગતિ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
Next Article
Advertisement