For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં આવશે 1086.86 કરોડનું મૂડીરોકાણ : ઉદ્યોગમંત્રી

04:49 PM Jul 23, 2025 IST | Bhumika
ગુજરાતમાં આવશે 1086 86 કરોડનું મૂડીરોકાણ   ઉદ્યોગમંત્રી

સરકાર દ્વારા 15થી વધુ મોટા ઉદ્યોગોને મંજૂરી અપાઇ, 3000થી વધારે લોકોને રોજગારી મળશે: બળવતસિંહ રાજપૂત

Advertisement

ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રાજ્યમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ગુજરાતમાં રોકાણ કરનાર 15 મોટા એકમોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉદ્યોગો ગુજરાતમાં કુલ રૂૂ. 1086.86 કરોડનું મૂડીરોકાણ અને અંદાજિત 3,697 નવી રોજગારીનું સર્જન કરશે.
આ સંદર્ભે વિગતો આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિઓના પરિણામે ગુજરાત આજે રોકાણકારો માટે શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ બન્યું છે. ગુજરાતને વિકાસની દીવાદાંડી બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ પઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજનાથ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ રાજ્યમાં રોકાણ કરનાર ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. સહાય આપવામાં આવે છે.

અનુક્રમને જાળવી રાખતા રાજ્ય સરકાર દ્વારા આજે વધુ 15 મોટા ઉદ્યોગોને પઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજનાથ હેઠળ નેટ એસ.જી.એસ.ટી. સહાય માટે મંજૂરી હુકમ અર્પણ કરવામાં આવ્યા છે. આ ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલા અમદાવાદ જિલ્લામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ તથા પ્લાસ્ટીક સેક્ટરમાં રૂૂ. 459.54 કરોડ, પંચમહાલમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં રૂૂ. 237.48 કરોડ, પાટણમાં પ્લાસ્ટીક સેક્ટરમાં રૂૂ. 56.97 કરોડ, મહેસાણામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં રૂૂ. 46.33 કરોડ, મોરબીમાં સિરામિક સેક્ટરમાં રૂૂ. 62.51 કરોડનું મૂડીરોકાણ તથા વડોદરા જિલ્લામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ તથા મેટલ સેક્ટરમાં રૂૂ. 224.03 કરોડના મૂડીરોકાણ માટેની સહાયને મંજૂરી આપવામાં આવી છે. આ ઉદ્યોગોના માધ્યમથી રાજ્યમાં અંદાજિત 3,697 જેટલી નવી રોજગારીનું સર્જન થશે.

Advertisement

વધુ વિગતો આપતા ઉદ્યોગ મંત્રીએ કહ્યું હતું કે, પઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજનાથ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ રૂૂ. 1,48,000 કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ થયું છે, જેના પરિણામે અંદાજે 1.65 લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે. આમ, ખજખઊ સેક્ટરના નાના અને મધ્યમ કક્ષાના આનુષંગિક ઉદ્યોગોને વેગ મળ્યો છે, જેથી રાજ્યમાં એક ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે.

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિ, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, આર્થિક બાબતોના સચિવ આરતી કંવર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂૂપ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement