For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

MPના સિરપકાંડ બાદ 500 કંપનીઓમાં તપાસના આદેશ

04:15 PM Oct 07, 2025 IST | Bhumika
mpના સિરપકાંડ બાદ 500 કંપનીઓમાં તપાસના આદેશ

કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકાર પણ એડવાઇઝરી બહાર પાડશે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત

Advertisement

મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ મચ્યો છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રી-લાઈફ અને રેસ્પિફ્રેશ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળ્યું છે.

આ સમગ્ર મામલાને લઈ ગુજરાત સરકાર પણ એલર્ટ બની છે અને ગુજરાતમાં કફ સિરપ બનાવતી અલગ અલગ 500 જેટલી કંપનીઓમાં તપાસનો આદેશ અપાયો છે. આ મામલે કેન્દ્રના પગલે રાજ્ય સરકારે એડવાઈઝરી જાહેર કરવાનો પણ નિર્ણય કરાયો છે.

Advertisement

ડાએથિલિન ગ્લાઇકોલ અને ઇથિલીન ગ્લાઇકોલ એ ભેળસેળ છે, જે કેટલીકવાર પ્રિસ્ક્રિપ્શન દવાઓમાં દ્રાવક તરીકે ગેરકાયદે રીતે ઉમેરવામાં આવે છે. એને મીઠી બનાવવા માટે કફ સિરપમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.

મધ્યપ્રદેશમાં સિરપકાંડ બાદ ગુજરાત સરકાર એલર્ટ બની છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજિત 500 જેટલી કંપનીઓમાં કફ સિરપનું ઉત્પાદન કરવામાં આવે છે. એમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ભારત સરકારે જે એડવાઈઝરી જાહેર કરી છે એના આધારે ગુજરાત સરકાર પણ એડવાઈઝરી જાહેર કરશે.

મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત બાદ હોબાળો મચ્યો છે. એની વચ્ચે ગુજરાતની MFG-M/s Shape pharma Pvt. Ltd માં બનેલી રી-લાઈફ અને MFG- M/s Rednonex Pharmaceuticals Pvt. Ltdમાં બનેલી રેસ્પિફ્રેસ ટીઆર નામના કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ બંને સિરપ પર રોક લગાવવાની કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે.26થી 28 સપ્ટેમ્બર દરમિયાન છિંદવાડા જિલ્લામાં ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેડિકલ અને હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી.

આ સમયે કુલ 19 દવાનાં સેમ્પલ એકત્ર કરવામાં આવ્યાં હતાં અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં, જેમાં ગાઈડલાઈન અનુસાર, કફ સિરપમાં મહત્તમ 0.1 ટકા ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ હોવું જોઈએ, પરંતુ તપાસમાં 4 કફ સિરપ નક્કી માપદંડમાં ફેલ થયા હતા. આ સિરપથી કિડની ફેલ અને બ્રેઈન હેમરેજ જેવી સ્થિતિ પેદા થવાનું જોખમ રહે છે.

અમદાવાદ નજીક દવા બનાવતી કંપનીમાં રેડ, નોનકવોલિટી સ્ટાન્ડર્ડ દવા મળી
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ પીધા બાદ બાળકોના મોત બાદ ફૂડ વિભાગ સતર્ક બન્યું છે. ફૂડ-ડ્રગ્સ વિભાગે અમદાવાદ બગોદરા નજીક દવાની કંપનીમાં રેડ પાડી હતી, જેમાં નોનક્વોલિટી સ્ટાન્ડર્ડ દવાનો મોટા જથ્થો મળી આવ્યો છે. કેન્દ્ર અને રાજ્યના ફૂડ-ડ્રગ્સ વિભાગે ઈન્સ્પેકશન કરી દવાનો જથ્થો જપ્ત કર્યો છે.,નોનક્વોલિટી સ્ટાન્ડર્ડ દવાઓ મળતા કંપનીનું પ્રોડકશન પણ બંધ કરાવ્યું છે. ફૂડ એંડ ડ્રગ્સ વિભાગે કંપનીને નોટિસ આપી ખુલાસો કરવા આદેશ આપ્યાં છે. આ કાર્યવાહી મધ્યપ્રદેશ સરકારની નોનક્વોલિટી સ્ટાન્ડર્ડના દવાના લિસ્ટના આધારે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક મહિનામાં કફ સિરપથી મધ્યપ્રદેશના છિંદવાડામાં 11 બાળકો અને રાજસ્થાનમાં 3 બાળકોના મૃત્યુ બાદ, બંને રાજ્યોમાં બાળ સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ બેને રાજ્યોમાં કફ સિરપ પીધા બાદ બાળકોનો મોત થયા છે. જેને લઇને હવે ફૂડ અને ડ્રગ્સ વિભાગ કેટલીક લિસ્ટેડ દવા અંગે તપાસ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement