For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના પોલીસ ‘વહીવટદારો’ની મિલકતોની તપાસ, રાજકોટનો વારો કયારે?

11:36 AM Dec 10, 2024 IST | Bhumika
અમદાવાદના પોલીસ ‘વહીવટદારો’ની મિલકતોની તપાસ  રાજકોટનો વારો કયારે
Advertisement

વર્ષોથી મલાઇવાળી જગ્યાએ નોકરીઓ કરી પરિવાર-સગાં-સંબંધીઓના નામે કરોડોની મિલકતો વસાવનારા કોન્સ્ટેબલોથી માંડી પોલીસ ઇન્સ્પેકટરો સુધીના ‘વહીવટદારો’ આજે પણ અણનમ

અમુક સ્વૈચ્છિક રાજીનામા આપી તો અમુક નિવૃત્તિ બાદ ફાઈનાન્સરો અને બિલ્ડરો બની ગયા તેની પણ તપાસ થવી જરૂરી

Advertisement

અનેક પોલીસ કર્મચારીઓ- અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદો છતાં સારા પોસ્ટિંગ મળે છે, ‘વહીવટદારો’ની ગુજરાતભરમાં માયાઝાળ

છાપેલ કાટલાઓના દસ-પંદર વર્ષના સર્વિસ રેકોર્ડ ચેક કરવામાં આવે તો ખબર પડે કે સાઇડ પોસ્ટિંગમાં કેટલી નોકરી કી અને ‘મલાઇ’વાળી જગ્યાઓ પર ચીટકીને કેટલો માલ તારવ્યો

અમદાવાદમાં પોલીસના વહીવટદાર બનીને કરોરો રૂપીયાની કાળી કમાણી થકી બે નંબરી મિલકતો વસાવનાર 13 પોલીસ કમચાીઓની રાજય પોલીસ વડા વિકાસ સહાયે અન્ય જિલ્લાઓમાં સજારૂપ બદલીઓ કરી નાખી તેની મિલકતોની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને સોંપતા સમગ્ર ગુજરાતના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામેલ છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 13 પોલીસ કમચારીઓની મિલકતોની તપાસનો આદેશ અપાયો છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત ગુજરાતભરમાં કેટલાક કોન્સ્ટેબલોથી માંડી પોલીસ ઇન્સ્પેકટરોની બેનંબરી સંપતિઓમાં પણ અસાધારણ વધારો થયો છે તે અંગે પણ રાજયના પોલીસવડા તપાસ કરાવે તો ચોંકાવનારા આંકડા બહાર આવે તેવી શકયતા દર્શાવાઇ રહી છે.

રાજકોટ શહેરની જ વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં રાજકોટની મહત્વની બ્રાંચોમાં ફરજ બજાવી ગયેલા અનેક પોલીેસ કોન્સ્ટેબલોથી માંડ પોલીસ ઇન્સ્પેકટરો સામે અનેક પ્રકરણોમાં મોટા તોડની અરજીઓ પણ થઇ છે અને કેટલાક જમીન પ્રકરણો ઉપરાંત દારૂ જુગારના ધંધા કરતા બુટલેગરો સાથે આડકતરી ભાગીદારીના કેસોમાં કાર્યવાહી પણ થઇ છે. આવા પોલીસ કર્મચારીઓ- અધિકારીઓની મિલકતોની પણ તપાસ થાય તે જરૂરી છે.
આ ઉપરાંત અમુક પોલીસ કોન્સ્ટેબલો વર્ષોથી મલાઇવાળી જગ્યાઓ ઉપર પોસ્ટીંગ મેળવી ‘વહિવટદાર’ની ભુમિકા ભજવી રહ્યા છે તેમજ અમુક કોન્સ્ટેબલોને ત્રણ-ત્રણ પ્રમોશનો આવી ગયા ત્યાં સુધી રાજકોટથી માંડી સ્ટેટ સુધીની મહત્વની બ્રાંચોમાં જ ફરજ બજાવી રહ્યા છે અને સગા સંબંધીઓના નામે કરોડો રૂપિયાની બેનામી મિલકતો ધરાવી રહ્યા છે આમ છતાં આજ સુધી તેમનો વાળ પણ વાંકો થયો નથી.

પોલીસ વિભાગને કમાણીનો ધંધો બનાવનાર ‘વહિવટદારો’ માત્ર અમદાવાદમાં જ છે તેવું તો નથી જ. ગુજરાતભરમાં આવા અસંખ્ય વહીવટદારો છે. અમુક સ્વૈચ્છીક રાજીનામા આપીને તો અમુક નિવૃતી બાદ મોટા ફાઇનાન્સરો બની ગયા છે. આવા પોલીસ કર્મચારીઓ- અધિકારીઓ સામે આજ સુધી કોઇ તપાસ નહીં થતા પોલીસ ખાતામાં વહીવટદારોનું પ્રમાણ વધ્યું છે.

રાજકોટમાં પણ આવા અનેક ‘વહિવટદારો’ છે. વિવાદ થાય ત્યારે થોડો સમય પોતે જ સાઇડ પોસ્ટીંગ મેળવી લ્યે છે અને ચાર-છ માસ બાદ ફરી ‘વહિવટ’વાળી જગ્યાએ ગોઠવાઇ જાય છે. આ બધી બાબતો જગજાહેર છે. અમુક પોલીસ કર્મચારીઓના છેલ્લા 10-15 વર્ષના સર્વિસ રેકોર્ડ જોવામાં આવે તો સત્ય બહાર આવી શકે તેમ છે ત્યારે આ બાબતે પણ પોલીસવડા વિચારે તેવી પોલીસબેડામાં પણ લાગણી પ્રવર્તી રહી છે.

અમદાવાદમાં 13 પોલીસકર્મીઓ કે જેઓ વહીવટદાર તરીકે કામ કરતા હતા તેમની જિલ્લાભરમાં બદલી કરવામાં આવી છે,આ બદલીને લઈ ચાર કોન્સ્ટેબલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ ગયા હતા,ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આ વહીવટદારોની મિલકતને લઈ તપાસના આદેશ આપ્યા છે.આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી છે જેને લઈ વહીવટદારોનો પરસેવો છૂટી ગયો છે.

ગુજરાતના ગાંધીનગર ખાતેથી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા અને અધિકારીઓનો વહીવટ કરતા 13 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે.તોડબાજીની ફરિયાદને આધારે આ વહીવટદારોની કરાઇ હતી બદલી જેમાં ડીજીપીએ સ્ટેટ મોનિટરીગ સેલને આદેશ કર્યો છે કે,પોલીસકર્મી અને તેમના પરિવારની મિલકતની તપાસ કરાશે સાથે સાથે મિલકતો, બેંક બેલેન્સ, વાહન, લોકરની તપાસ કરાશે.આ સમગ્ર ઘટનામાં અને તપાસમાં પોલીસની જો કોઈ વધારાની મિલકત મળશે તો ગુનો પણ નોંધાઈ શકે છે.

જયારે પણ વહીવટદારોની અથવા કોઈ પોલીસકર્મીને સજાના ભાગરૂૂપે બદલી કરવામાં આવે છે ત્યારે તેમની બદલી જે તે જિલ્લાની બહાર કરવામાં આવતી હોય છે,અમદાવાદ પોલીસમાં પણ હજી તમામ પોલીસ સ્ટેશનોના વહીવટદારોની બદલી કરવામાં આવી નથી,જે મોટા વહીવટદારો છે કે જેઓ બે થી ત્રણ પોલીસ સ્ટેશનોનો વહીવટ કરતા હતા તેમની જ બદલી કરવામાં આવી છે,પરંતુ એક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા વહીવટદાર તો હજી મોજમાં જ જીવી રહ્યાં છે,તેમની બદલી કરવામાં આવી નથી.

આઈપીએસ અધિકારીઓની સેવા કરવા માટે નાના કોન્સ્ટેબલો તત્પર હોય છે અને તેઓ વહીવટ કરતા હોય છે અને તેમને રાજી રાખતા હોય છે, રાજ્યભરની પોલીસમાં પણ એવો ગણગણાટ શરૂૂ થયો છે કે,જો ગાંધીનગરથી વહીવટદારોની બદલી કરવામાં આવતી હોય તો રાજ્યમાં તો ઘણા વહીવટદારો છે તેમની બદલી કેમ કરવામાં આવતી નથી,શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવા વહીવટદારની બદલી કરશે ? જો જિલ્લાભરના વહીવટદારોની બદલી કરવામાં આવે તો પોલીસબેડામાં ઘણા મોટા ફેરફાર એમનેમ થઈ જાય અને ભ્રષ્ટ્રાચાર પર કાબુ આવી જાય.માત્ર પોલીસ ખાતુ ભ્રષ્ટ્રાચાર કરે છે એવું નથી,ઘણા ખાતા એવા છે જેમાં ઘણા ખાનગી માણસો પણ વહીવટ કરતા હોય છે.

આંગળિયાત પ્રથા યથાવત્, પરિપત્ર ફાઈલોમાં દબાયો
રાજ્યના પોલીસવડાતરીકે વિકાસ સહાયએ ચાર્જ સંભાળ્યો ત્યાર બાદ આઈપીએસ અધિકારીઓની એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી થાય તો તે પોતાના માનીતા પી.આઈ., પીએસઆઈની માંગણી કરી શકશે નહીં તેવો પરિપત્ર કર્યો હતો. પરંતુ આ પત્ર ફાઈલોમાં જ દબાઈ ગયો હોય તેમ પોલીસ તંત્રમાં આજે પણ ‘આંગળીયાત’ પ્રથા ચાલુ છે. તમામ આઈપીએસ અધિકારીઓ બદલી બાદ બે-ત્રણ મહિનામાં જ પોતાના માનીતા પી.એસ.આઈ.-પી.આઈ.ની બદલી કરાવીને પોતાની સાથે લઈ જાય છે. રાજ્ય પોલીસ વડાએ ગત તા. 6 જૂન 2023ના રોજ ગુજરાતની વિવિધ પોલીસ કચેરીના વડા કોઈ અધિકારીઓની નામ જોગ માંગ કરી શકશે નહીં તેવો પરિપત્ર બહાર પાડ્યો હતો. પરંતુ આ પરિપત્ર બાદ પણ આંગળીયાતો પોલીસ અધિકારીઓની પાછળ પોસ્ટીંગ મેળવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement