ઉપલેટા પાલિકા દ્વારા કરાર આધારિત કર્મચારીઓના EPFOની રકમ સમયસર જમા ન કરાતાં તપાસ શરૂ
ઉપલેટા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિવાદ કારોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગોલમાલની ફરિયાદી ઉઠી છે ત્યારે હવે આ બાબત સામાન્ય બની ગયું હોય તેમ વધુ એક કૌભાંડ અને નાણાની ઉચાપત કરવાનું કારસ્તાન ઉપલેટા નગરપાલિકા કચેરી માંથી બહાર આવ્યું છે જેમાં ઉપલેટા નગરપાલિકા કચેરીમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવેલ ઈ.પી.એફ.ઓ. ની રકમ છ મહિના સુધી ઉપલેટા નગરપાલિકા દ્વારા કર્મચારીઓના ઈ.પી.એફ.ઓ. ખાતામાં જમા ન કરી લાખો રૂૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની માહિતીઓ જાહેર માહિતી અધિકાર અંતર્ગતના કાયદા હેઠળ માંગેલ માહિતીઓમાં સામે આવી છે જેને લઈને માહિતી માંગનાર અરજદાર દ્વારા કર્મચારીઓની સાથે થયેલ અન્યાય અને તેમના હિત માટે આ બાબતે આધાર પુરાવા સાથે ઈ.પી.એફ.ઓ. કચેરીમાં સીધી ફરિયાદ કરવામાં આવતા તપાસના ધમધમાટ શરૂૂ થયા છે અને ઉપલેટા નગરપાલિકા સામે કાર્યવાહી પણ શરૂૂ કરવામાં આવી છે.
ઉપલેટા નગરપાલિકાના કર્મચારીઓના પગારમાંથી કાપેલી રકમ અંદાજિત છ મહિના સુધી ઉપલેટા નગરપાલિકા દ્વારા જમા નહીં કરવામાં આવેલ હોવાની માહિતીઓની નકલો જાહેર માહિતી અધિકાર અંતર્ગતના કાયદાના માધ્યમથી અરજદાર દ્વારા માંગવામાં આવતા મોટો ઘટસ્પોટ થયો છે જેમાં ઉપલેટા નગરપાલિકા આમતો છેલ્લા ઘણા સમયથી વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર માટે અને ગોલમાલ તેમજ અન્ય ગેરરીતી બાબતે ગાંધીનગર સુધી ચર્ચામાં આવી રહી છે અને ગોલમાલની બાબતો ગાંધીનગર સુધી પણ પહોંચી છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા રકમ સમયસર જમા ન કરાવી ઉચાપત કર્યો હોવાનું પણ સામે આવ્યું છે અને તેમને નોટિસ મળતા ખળભળાટ પણ થયો છે.હવે આ મામલે ઉપલેટા નગરપાલિકાના જવાબદાર અધિકારી સામે ઈ.પી.એફ.ઓ. કચેરીઓ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે અને તેમની સામે પગલાં લેવા અને નોટિસોના માધ્યમથી ખુલાસાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ મામલે નગરપાલિકા સામે આગામી દિવસોની અંદર ચોક્કસપણે પગલાં પણ કડક રીતે લેવાય શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ પણ છે.