સિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીનો રિપોર્ટ ડીનને મોકલતી તપાસ સમિતિ
શહેરની સિવિલ હોસ્પિટલની લોબીમાંથી અર્ધનગગ્ન હાલતમાં મળેલા દર્દીની ઘટનાએ ચકચાર જગાવી છે. આ બાબતે હોસ્પિટલના તબીબી અધિક્ષકે પાંચ સભ્યોની બનાવેલી તપાસ સમિતિએ રીપોર્ટ તૈયાર કરી મેડિકલ કોલેજના ડીનને મોકલી આપ્યો હોવાની વિગતો મળી છે. રિપોર્ટના મળેલા એકંદર મુદ્રાઓમાં દર્દીનો જ વાંક હોવાનું અને સ્ટાફ સાથે બબાલ કરતો હોવાના સીસી કેમેરાના ફૂટેજના આધારે રિપોર્ટ કરાયો છે. છતાં સબંધિતોની બેદરકારી પરત્વે પણ પગલા ભરવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી.
સમગ્ર બનાવની વાત કરીએ તો કાલાવડ રોડ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા પરપ્રાંતિય મનોજ ઉદ્ધવ મુળ મહારાષ્ટ્ર પંથકનો છે એનતેમને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલના સર્જરી વોર્ડમાં દાખલ કરાયો હતો.
દરમિયાન બીજા દિવસેમનોજ સર્જરી વોર્ડ બહારની લોબીમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યાની ઘટના બહાર આવતા સિવિલના સ્ટાફની ગંભીર બેદરકારીના આક્ષેપો થયા હતા. બીજી બાજુ બનાવની વાસ્તવીકતા જાણવા તબીબી અધિક્ષકે પાંચ સભ્યોની તપાસ કમિટિ રચતા કમિટિએ આપાભાઈ, બહેન, પટ્ટાવાળા સબંધિત સ્ટાફના નિવેદનો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
તપાસ કમિટિએ સીસી કેમેરાનો ફૂટેજના આધારે બનાવની ભીતરમાં તપાસ કરતા આ દર્દી જ પોતાની હાલત માટે જવાબદાર હોવાનું સીસી કેમેરાના ફૂટેજમાં જોવા મળ્યુ છે.
આ બાબતે માંડીને ફોડ સમાન વિગતો આપતા નાયબ તબીબી અધિક્ષક ડો. હેતલ કયાડાએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે, કેફિ પદાર્થના સેવન સાથે દાખલ થયેલા મનોજને એક્સરે માટે સ્ટ્રેચરમાં લઈ જવાયો હતો.
પણ વચ્ચે નશામાં બકવાસ શરૂ કરી સ્ટ્રેચરમાંથી ઉતરી ગયો હતો અને આ સમયે તેમને એક્સરે માટે લઈ જતાં આપાભાઈ અને બહેન સાથે બબાલ કરી વાતાવરણ તં કર્યુ હતું. અને અનેક પ્રયાસ પછી પણ મનોજ સ્ટ્રેચરમાં બેઠો ન હતો અને લોબીમાં જ સુઈ રહેવાથી જીદ પકડીને રાત આખી લોબીમાં સુતો રહ્યો હતો.
આ દરમિયાન કોઈએ હેલ્પ ડેસ્કને જાણ કરતા મામલો હેલ્થડેસ્ક સંભાળી દર્દીને ફરી વોર્ડમાં દાખલ કર્યો હતો. પણ જવા પહેલાની કહેલી, સાંભળેલી વાતોમાં થોડી ઉતાવળ થઈ હોવાનું સીસી કેમેરાના ફૂટેજ પરથી જાણવા મળ્યું છે. મતલબ કે, દર્દીના વાંકે નર્સિંગ સ્ટાફ સામે બેદરકારીના આક્ષેપો થયા હોવાનું કહેવું ઉચિત જણાય છે. તેવું ડો. હેતલ કયાડાનું કહેવાનું થાય છે છતા આ અંગેનો રિપોર્ટ ડીનને મોકલી દેવાયો છે. અને તેઓ હવે પછીના સમયમાં શું ફેસલો કરશેતે જોવાનું રહ્યું.