For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અલ્પના મિત્રા ફાઈલ પ્રકરણમાં તપાસ સમિતિની કરાઈ રચના

03:36 PM Aug 08, 2024 IST | Bhumika
અલ્પના મિત્રા ફાઈલ પ્રકરણમાં તપાસ સમિતિની કરાઈ રચના
Advertisement

બીએલ કાથરોટિયા અને પીડી અઢિયાની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરાશે

મહાનગરપાલિકાના નિવૃત્ત ચીફ સીટી ઈજનેર અલ્પના મિત્રાના ઘરેથી થોકબંધ ફાઈલો મળી આવતા ચકચાર જાગી હતી. આ પ્રકરણમાં અન્ય 9 કર્મચારીઓની પણ સંડોવણી ખુલી હતી. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ પ્રકરણની તપાસ માટે બીએલ કાથરોટિયા અને પીડી અઢિયાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામા આવી છે. જે સમગ્ર બનાવની તપાસ હાથ ધરી રિપોર્ટ વિજિલન્સ વિભાગ અને મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરશે ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

Advertisement

મનપાના નિવૃત્ત ચિફસીટી ઈજનેર અલ્પનામિત્રાએ રાજીનામું આપ્યાબાદ બે દિવસ પછી મનપાના અલગ અલગ વિભાગના 9 કર્મચારીઓ ફાઈલોના પોટલાઓ તેમના ઘરે તેમની ગેરહાજરીમાં રાખી ગયાનું અલ્પના મિત્રાએ જણાવ્યું હતું. જેની સામે ડ્રેનેજ અને વોટરવર્કસ વિભાગના થયેલા કામોનો ખર્ચ મંજુર કરવા માટે સર્ટિફાઈડ સહિ કરવાની હોવાથી તેમના ઘરે ફાઈલો લઈને કર્મચારીઓ પહોંચ્યા હોવાનું 9 કર્મચારીઓએ જણાવ્યું હતું. પ્રથમ તપાસ દરમિયાન જાણવા મળેલ કે,, અલ્પના મિત્રાના ઘરેથી મળેલ એક પણ ફાઈલમાં સહી થયેલ ન હતીં. છતાં આ બનાવમાં કોનું હીત સચવાયેલું છે. તેમજ નિવૃત થયા બાદ કોઈ અધિકારી ઘરે ફાઈલો મગાવી શકે કે નહીં તેમજ અલ્પના મિત્રા અને નવ કર્મચારીઓ બન્નેમાથી કોણ સાચુ બોલે છે. તે સહિતની તપાસકરવા માટે મ્યુનિસિપલ કમિશનરે સમિતિની રચના કરી છે. જેમાં બીએલ કાથરોટિયા અને પીડી અઢિયાના અધ્યક્ષ સ્થાને સમિતિ બનાવી બનાવની તપાસ કરવામાં આવશે.

જેમાં 9 કર્મચારીઓના નિવેદનો ક્રોસવેરીફીકેશન સાથે નોંધાશે. તેવી જ રીતે અલ્પના મિત્રાનું નિવેદન પણ લેવાશે. અને અલ્પના મિત્રાના ઘરેથી જપ્ત થયેલ ફાઈલોનો અભ્યાસ કરી સમગ્ર તપાસનો રિપોર્ટ તૈયાર કરી વિજિલન્સ વિભાગ અને મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરવામાં આવશે ત્યાર બાદ આ પ્રકરણમાં ગેરરીતી માલુમ પડશે તો જવાબદારો સામે પગલા લેવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement