સિવિલમાં લાશ રઝળાવનાર તબીબ સામે તપાસ
પાંચ કલાક લાશ રઝળ્યા બાદ ખુદ વહીવટી અધિકારીએ પોસ્ટમોર્ટમ કરવું પડ્યું, ડો. ધ્વનિત સામે તપાસ માટે કમિટીની રચના
રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામનાર મુંબઈના શીપ સુપ્રિટેન્ડેન્ટ 47 વર્ષીય રાણાપ્રતાપ દેવનારાયણસિંહના પોર્સ્ટ મોટર્મમમાં બેદરકારી દાખવી સિવિલ હોસ્પિટલમાં પાંચ કલાક સુધી લાશને રઝળાવનાર સિવિલ હોસ્પિટલના તબીબ ડો. ધ્વનિત અગ્રેસરા સામે ફરિયાદ થયા બાદ આ મામલે તબીબી અધિક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને આ મામલે કમિટિની રચના કરવામાં આવી છે. કમિટિના રિપોર્ટ બાદ જવાબદાર તબીબ ડો. ધ્વનિત સામે પગલા ભરવામાં આવશે તેમ તબીબી અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી પાસે કાર પલ્ટી ખાઈ જતાં મુંબઈના શિપસુપ્રિટેન્ડેન્ટ રાણા પ્રતાપ દેવનારાયણસિંહનું મૃત્યુ થયું હતું. અને તેમના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સિવિલનાં પીએમ રૂૂમ ખાતે ફરજ પર રહેલા ડોક્ટર ધ્વનિત અગ્રેસરાએ પરિવાર જાણે કોઈ ગુનો કરી આવ્યો હોય તેવું વર્તન કરી આ બનાવ અકસ્માતનો નહીં પણ હત્યાનો હોય તેમ પુછપરછ કરી પરિવારને હેરાન કર્યા હતાં. આ મામલે મૃતકના સાથે આવેલા પરિવારજનો અને હાજર પોલીસે અકસ્માતના સ્થળના ફોટા બતાવ્યા છતાં પોતે વારંવાર અનેક પ્રશ્નો કરીને પરિવારને હેરાન કર્યા હતાં. અને મૃતકના પત્નીએ આજીજી કરવા છતાં તબીબ અંતે પીએમ કર્યા વિના જ ચાલ્યા જતા મૃતદેહ 5 કલાક સુધી રઝળ્યો હતો.
આ મામલે તબીબી અધિક્ષકને જાણ કરવામાં આવી હતી. અને ફરિયાદ કરવામાં આવતા અંતે હોસ્પિટલના વહીવટી અધિકારી ડોક્ટર મહેન્દ્ર ચાવડા પોતે મોડી રાત્રે પીએમ રૂૂમ ખાતે દોડી આવ્યા હતા. અને તેમણે જાતે પોસ્ટમોટર્મની કામગીરી પૂર્ણ કરી માનવતા દાખવી હતી. આ અંગે મૃતકનાં ભાઈ સંદિપ પ્રતાપે નિર્દયતા દાખવનાર તબીબ સામે પગલા લેવા સિવિલ સુપ્રિટેન્ડેન્ટને લેખિત ફરિયાદ કરી હતી. પોતાની ફરજમાં બેદરકાર અને અમાનવીય વર્તન કરનાર ડોક્ટર ધ્વનિત અગ્રેસરા સામે તબીબી અધિક્ષકની કરેલી ફરિયાદ બાદ આ મામલે તપાસ કમિટિની રચના કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં મુંબઈના અધિકારીની લાશને રઝડાવી હત્યા થયાનુ ંબહાનું કાઢી પોસ્ટમોટર્મ નહીં કરનાર ડોક્ટર ધ્વનિત અગ્રેસરા સામે તપાસ કમિટિ બેસાડવામાં આવી છે અનેતેના રિપોર્ટ બાદ હવે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે.