મનપાના ડે.કમિશનરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકાની ડે.કમિશનરની એક જગ્યા માટે આજે સીલેકશન કમિટી દ્વારા ઇન્ટરવ્યુ લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનપામાં ફરજ બજાવતા કલાર્સ-1 અધિકારીઓમાંથી ભરતી કરવાની હોય સાત નામની પસંદગી કરવામાં આવેલ અને આજે બપોરે 1 વાગ્યે ઇન્ટરવ્યુ લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉમેદવારોમાં મનપાના સેક્રેટરી તેમજ આસી. કમિશનર સહિતના ઇન્ટરવ્યુ આપવામા માટે પહોંચીયા હતા કાર્યવાહી પૂર્ણ થયા બાદ સીલેકશન કમિટી દ્વારા ડે.કમિશનરની પોસ્ટ માટેના ઉર્તિણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે.
મહાનગરપાલિકામાં સેન્ટ્રલ અને વેસ્ટઝોનમાં હાલ ડે.કમિશનર તરીકે અધિકારીઓ હયાત છે. પરંતુ ઇસ્ટઝોનની ખાલી જગ્યા માટે મનપાના કલાર્સ-1 અધિકારીઓમાંથી ડે.કમિશનરની નિમણૂંક કરવાનો નિર્ણય લેવામાં આવેલ જે અંતર્ગત નિયમોને આધીન સાત નામ સીલેક્ટ કરવામાં આવેલ જેમાં હર્ષદ પટેલ, સમીર ધડુક, રાજીવ ગામેતી, મનીષ વોરા, કાશ્મીરા વાઢેર, વિપુલ ધોણીયા અને એચ.પી. રૂપારેલીયા સહિતના આજે ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચીયા હતા.