રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રવિવારથી આંતરરાષ્ટ્રીય વેપાર મેળો

06:08 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તા. 11 થી 13 ફેબ્રુઆરી દરમ્યાન એન.એસ.આઈ.સી ગ્રાઉન્ડ, 80 ફૂટનો રોડ, અમુલ સર્કલ ખાતે એસ.વી.યુ.એમ. 2024 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ભવ્ય આયોજન સતત 10 મી વખત થવા જઈ રહ્યું છે. આ વેપાર મેળામાં સ્થાનિક અને રાજ્ય/રાષ્ટ્રીય કક્ષા એથી લગભગ 20 થી 25 હજાર મુલાકાતીઓ મુલાકાત લેશે. 20 કરતા વધુ દેશોમાંથી 100 કરતા વધુ બિઝનેસમેન પણ ભાગ લ્યે તેવી સંભાવના છે. પ્રદર્શન માં પ્રવેશ વિના મુલ્યે રહેશે પરંતુ પ્રવેશ માટે બિઝનેસ કાર્ડ સાથે હોવું જરૂૂરી રહેશે. પ્રદર્શનનો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નો રહેશે. એસ.વી.યુ.એમ. 2024 આંતરરાષ્ટ્રીય વેપાર મેળો એક માત્ર સફળ અને પરિણામ દાયક છે જેમાં આજ સુધીમાં 60 જેટલા દેશોમાંથી 1000 કરતા વધુ ગ્રાહકો આવી ચુક્યા છે અને હજારો કરોડનો નિકાસ વેપાર પણ થયો છે.

Advertisement

મુખ્ય મહેમાન તરીકે ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્સ તરીકે ચૂંટાયેલા આર. કે. મોદી રાજકોટ આવી રહ્યાં છે. તેઓ 4 દિવસ રોકાશે અને ફેક્ટરી વિઝિટ પણ કરશે. સંસ્થા દ્વારા તેમનું ગ્લોબલ ગુજરાતી એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવશે. ઝીમ્બાબ્વેના એમ્બેસેડર ડો. ચીપરે, યુગાન્ડાના હાઈ કમિશ્નર પ્રોફેસર જોયે કીકાકૂન્દા, રવાન્ડાના હાઈ કમિશ્નર મિસિસ જેકોલીન મુકાંગીરા, કોંગોના ટ્રેડ કાઉન્સેલ મિસ્ટર ગેબ્રિઅલ ઇટાઉં, બાંગ્લાદેશના કાઉન્સેલર મિસ્ટર એમડી અબ્દુલ વાડુહ, ડેપ્યુટી ડીજીએફટી રોહિત સોની, યુવા અગ્રણી જય શાહ તથા જાણીતા સર્જન અને રાજકીય અગ્રણી ડો.હેમાંગ વસાવડા ઉપસ્થિત રહેશે.

સવારે 10 વાગે ઉદઘાટન સમારંભ થશે ત્યારબાદ બપોરે 3 વાગે જુદા જુદા દેશોમાંથી આવેલ ડેલિગેટ્સ અને ડિપ્લોમેટ્સ દ્વારા પોતાના દેશની વ્યાપારિક જરૂૂરિયાતો ઉપર માહિતી આપવામાં આવશે. તારીખ 12 ને સોમવારે સવારે 10 થી 1 દરમ્યાન બી 2 બી મિટિંગો થશે. આફ્રિકામાં ખેતી અંગે માર્ગદર્શન સોમવારે બપોરે 3 વાગે રાખવામાં આવેલ છે.

સંસ્થા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને આફ્રિકન દેશોમાં કોર્પોરેટ ફાર્મિંગ શરુ કરવા અને તે દ્વારા ભારતની ખાદ્યાન્નની જરૂરિયાતો પુરી કરવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા. વિશ્વના અનેક દેશોમાંથી આપણે ખાદ્ય પદાર્થો આયાત કરીયે છીએ જેમાં કઠોળ મુખ્ય છે. આફ્રિકાના દેશોમાં ત્યાંની સરકાર કોર્પોરેટ ફાર્મિંગ માટે ખુબજ નજીવા દરે ભાડા પટ્ટા ઉપર જમીન આપે છે અમુક સરકારો ભાગીદારી માં પણ કરવા તૈયાર છે તેવા સંજોગોમાં આપણાં લોકો ત્યાં ખેતી કરી ને જે અનાજ ઉગે તે ભારતને નિકાસ કરે તો આપણું વિદેશી હૂંડિયામણ બચી જાય અને આપણા લોકોને રોજગારી મળે અને તેની સમૃદ્ધિ પણ વધે. આફ્રિકાના 54 દેશોમાં કરોડો એકર જમીન વણ વપરાયેલ પડી છે તેનો લાભ આપણે લઇ શકીયે અને આપણી જરૂૂરિયાતો પુરી પાડી શકીયે તેમ છીએ. આનાથી ત્યાંના લોકો સાથેના નિકાસ વેપારમાં પણ મોટો લાભ આપણા દેશને મળી શકે.આંતરરાષ્ટ્રીય મેળા દરમ્યાન આફ્રિકામાં ખેતી માટે માર્ગદર્શન આપતા સેમિનારો કરવામાં આવે છે જેમાં આફ્રિકાથી આવેલ પ્રતિનિધિઓ અને સ્થાનિક ખેડૂતો સાથે વાર્તાલાપ દ્વારા માહિતી આદાનપ્રદાન કરવામાં આવે છે.

યુગાન્ડામાં મેક ઈન ઇન્ડિયા મોલ બનશે
વિદેશમાં મેક ઈન ઇન્ડિયા મોલ શરુ કરવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ. આગામી તારીખ 11થી 13 ફેબ્રુઆરી 2024 ના યોજાનાર આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દરમ્યાન યુગાન્ડામાં પ્રથમ મેક ઈન ઇન્ડિયા હોલસેલ મોલ એસ.વી.યુ.એમ અને ટોમીલ ગ્રુપ (યુગાન્ડા) દ્વારા સંયુક્ત રીતે શરુ કરવામાં માટે એમ.ઓ.યુ. કરવામાં આવશે. આ હોલસેલ મોલ દ્વારા પ્રથમ તબક્કામાં એસ.વી.યુ.એમ 2024 આંતરરાષ્ટ્રીય વેપાર મેલા માં ભાગ લેનાર ઉત્પાદકોને ખુબજ નજીવા ખર્ચે આ મોલમાં પોતાની પ્રોડક્ટ્સ ડિસપ્લે કરવાનો, માર્કેટિંગ કરવાનો અને તે દ્વારા નિકાશ કરવાનો અવસર પ્રાપ્ત થશે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement