ભાવનગર જિલ્લામાં 8 પી.આઇ , 17 પી.એસ.આઇ.ની આંતરિક બદલી
ભાવનગર શહેર જિલ્લાનો ચાર્જ સાંભાળ્યા બાદ પ્રથમ વખત જિલ્લા એસ.પી દ્વારા શહેર અને જિલ્લાના 8 પી.આઈ. અને 17 પી.એસ. સાઈની આંતરીક બદલીઓ કરવામાં આવી છે.શહેરના નિલમબાગ ના પી.આઈ. ઝાલા અને બોરતળાવ પોલીસ મથકના આઈ. ડાભીને લીવ રિઝર્વમાં મુક્યા છે. તેમજ 6 પી.એસ.આઈ.ને એક જ ઝાટકે પોલીસ મથકમાંથી લીવ રિઝર્વમાં ધકેલી દીધા છે. અને 3 પી.એસ.આઈને લીવ રિઝર્વ માંથી જુદા જુદા પોલીસ મથક ફાળવાયા છે. જ્યારે 3 પી.આઈ.ને લીવ રિઝર્વમાંથી પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.
ભાવનગરમાં પ્રથમ વખત શહેરના ત્રણ પોલીસ મથકોમાં પી.આઈ.ની મદદગારીમાં સેક્ધડ પી.આઈ. એટેચ તરીકે રાખવામાં આવ્યા છે.ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂૂ જળવાઈ રહે તેને લઈને ભાવનગર એસ.પી. નિતેશ પાંડેય દ્વારા 8 પી.આઈ. અને17પી.એસ.આઇ.ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. બી.ડી.ઝાલા અને બોરતળાવ પોલીસ મથકના પી.આઈ. એન.કે. ડાભીને લીવ રિઝર્વમાં મુકી દિધા છે.
તેમજ શહેરના ઘોઘારોડ, નિલમબાગ અને બોરતળાવ વિસ્તારમાં સુચારૂૂ રૂૂપે પોલીસની કામગીરી ચાલે તેને માટે પી.આઈ.ની સાથે સેક્ધડ પી.આઈ. તરીકે એટેચમાં મુકવામાં આવ્યા છે.જે ભાવનગરમાં પ્રથમ ઘટના છે. લીવ રિઝર્વમાં રહેલા એચ.જી. ભરવાડને ફરી નિલમબાગ પોલીસ મથકની કમાન સોંપવામાં આવી છે. તેમજ પી.આઈ. એચ.બી. ચૌહાણને વલભીપુરથી બોરતળાવ, વી,કે. મકવાણાને ગંગાજળીયાથી વલભીપુર, લીવ રિઝર્વમાં રહેલા પી.આઈ, કે.કે.રાઠોડને નિલમબાગ, એચ.વી.શિમ્પીને બોરતળાવ પી.એલ.પામાને ઘોઘારોડ પોલીસમાં સેક્ધડ પી.આઈ.એટેચ તરીકે મુક્યા છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર એસ.પી. એ તાજેતરમાં જ સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા.