જામનગર જિલ્લાના સાગર કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ
ભારતના સંવેદનશીલ ગણાય એવા સૌરાષ્ટ્ર કચ્છના સાગર કિનારાઓ પૈકીના જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં પણ મરીન કમાન્ડો ની ટાસ્ક ફોર્સ ની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
જ્યારે કોઇપણ આતંકવાદી ઘટના બને છે, ત્યારે તે સમયગાળો કટોકટીપૂર્ણ અને અગત્યનો હોય છે. તેજ પ્રમાણે આતંકવાદી ઘટના તુરંતબાદનો સમયગાળો હાઇ એલર્ટનો સમય હોઇ અગત્યનો હોય છે.
ઉપરોક્ત બંને સમયગાળાઓ કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઇ એલર્ટ બાદ થાળે પડેલી અને નોર્મલ બનલી પરિસ્થિતિ દરમિયાનનો હોય છે. કારણ કે, આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળાઓમાંથી પસાર થવું પડતું નથી.
આ બાબતે ધ્યાને લઈ સિક્કા ડીસીસી જેટી થી ચેનલ વિસ્તારમાં સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસમાં મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી એલ માલસર તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના .પો.ઈ. ડી આર યાદવ તથા પો.સ.ઈ. જી.એમ. બોપલિયા અને તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે તારીખ ગઈકાલે તા 7ના રોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો શંકાસ્પદ બોટ અવવારૂૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.