વેરાવળમાં બિનઅધિકૃત વહન બદલ સઘન તપાસ બે દિવસમાં રૂા. 1.62 લાખના દંડની વસૂલાત થઈ
12:34 PM Sep 19, 2025 IST | Bhumika
ગુજરાત મિરર, પ્રભાસપાટણ તા 19- કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તા. 17/09/2025 તથા 18/09/2025 એમ બે દિવસ દરમિયાન સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી વેરાવળ તાલુકામાંથી કુલ 02 વાહનોને બિન અધિકૃત રીતે વહન બદલ અટકાયત કરવામાં આવ્યાં હતાં. આ વાહનોને બિન અધિકૃત વહન બદલ નિયમોનુસાર રૂૂ. 1.62 લાખની દંડની રકમની વસૂલાત કરવામાં આવી હતી. હજુ પણ વહીવટી તંત્ર દ્વારા આવતાં દિવસોમાં જિલ્લામાં બિન અધિકૃત વહન બદલ સઘન તપાસ ચાલુ રહેશે. (તસ્વીર દેવાભાઇ રાઠોડ)
Advertisement
Advertisement