ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોટીલા પ્રાંતનું મોડી રાત્રે ચોટીલા - જસદણ હાઇવે ઉપર સઘન ચેકિંગ

01:47 PM Dec 01, 2025 IST | Bhumika
Advertisement

લાખણકા નજીક તદ્દન ગે. કા. રેતીનું વહન કરતા આઠ ડમ્પરો ઝડપાયા: 3.22 કરોડનો મુદ્દામાલ જપ્ત થતા ખનીજ માફિયાઓમાં ફફડાટ

Advertisement

ચોટીલા પંથકમાં ખનીજ માફિયાઓનું જામેલું સામ્રાજ્ય તોડવા નિષ્ઠાવાન અને કાર્યદક્ષ પ્રાત અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ગત રાત્રીના બે કલાકના અરસામાં ચોટીલા જસદણ હાઇવે રોડ પર લાખણકા નજીક તદ્દન ગેર કાયદેસર સાદી રેતી ભરેલા આઠ ડમ્પરો ઝડપી પાડી 3.22 કરોડ નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ચકચાર સાથે ફફડાટ ફેલાયો છે.

ડીસેમ્બરના પ્રથમ દિવસે જ ઠંડીના ચમકારા વચ્ચે રાત્રે 02/00 થી 03/00 વાગ્યાના અરસામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા ચોટીલા જસદણ નેશનલ હાઈવે ઊપર લાખણકા ગામ નજીક આવેલ અલખધણી હોટલની બાજુમાંથી તદન ગેરકાયદેસર રેતીનું વહન કરતા નીચે મુજબના કુલ 8 તમામ રોયલ્ટી પાસ વગરના તેમજ સાથે સાથે ઓવરલોડ, ગેરકાયદેસર સાદી રેતી ભરેલા ડમ્પરોસ્ત્ર ઝડપી પાડવામાં આવ્યા છે.

પકડાયેલ ડમ્પરો અને તેમા ભરેલ ગે. કા રેતી નો જથ્થો મળી ઉકત ડમ્પરો.મળી કુલ 3,22,00,000ની રકમનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે. તેમજ પકડાયેલ વાહન માલિકો સામે ધ ગુજરાત મીનરલ (પ્રિવેન્શન ઓફ લિગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂૂલ્સ 2017 મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.

પ્રાત અધિકારી અને તેમની ટીમ મોડી રાત્રે હાથ ધરેલ ચેકિંગ ની કાર્યવાહી ખનીજ માફિયાઓને શિયાળાની ઠંડી મા ફફડાટ નો પરસેવો વળી ગયેલ હોવાનું કહેવાય છે.

સાદી રેતી ભરેલા જપ્ત કરેલા ડમ્પરોની વિગત
(1) NL 06 A 6503 (2) GJ 03 BY 8384 (3) GJ 03 BY 5841 (4) AS 02 DC 6389 (5)GJ 17 UU 9676 (6)NL 07 AA 4173 (7) DD 02 G 9585 (8) GJ 03 BY 3385

સાદી રેતી ભરી વહન કરતા પકડાયેલ વાહનનાં માલિકના નામો
(1) મહેશભાઈ મંગળુભાઈ ખવડ રહે.નવા જસાપર તાલુકો : સાયલા (2) જયરાજભાઈ રંગપરા રહે. શાપર તાલુકો : સાયલા (3) ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રહે.થાનગઢ તાલુકો : થાનગઢ (4) રાજુભાઈ નાગરભાઇ કટોસરના રે.નવા જસાપર તાલુકો : સાયલા (5) જયદેવભાઈ રહે.ગોંડલ (6) સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રહે.નવા જસાપર તાલુકો : સાયલા (7) રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડીયા રહે.રતનપર તાલુકો : સાયલા (8) શિવ એન્ટરપ્રાઈઝ રહે.ગોંડલ

Tags :
ChotilaChotila - Jasdan highwaychotila newsgujaratgujarat newspolice checking
Advertisement
Next Article
Advertisement