સોમનાથ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોનું સઘન ચેકિંગ, વેરીફિકેશન પૂર્ણ
ગીર સોમનાથ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા શખ્સોનું 100 કલાકની અંદર સઘન ચેકીંગ, વેરીફીકેશન પુર્ણ કરેલ છે.
ગાંધીનગર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય તરફથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા શખ્સોનું 100 કલાકમાં ચેકીંગ કરવા અંગે ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા સઘન ચેકીંગ કરી વેરિફિકેશન પૂર્ણ કરવા સખત સુચના ના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લામાં (1) હથીયાર ધારા (2) એન.ડી.પી.એસ. એકટ (3) એકસપ્લોઝીવ એકટ (4) બનાવટી ચલણી નોટ (5) ટાડા, પોટા, મકોકા તેમજ યુ.એ.પી.એ. તથા (6) પેટ્રોલીયમ ધારા જેવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિમાં છેલ્લા 30 વર્ષમાં દાખલ થયેલ તમામ ગુન્હાના આરોપીને સ્થાનિક પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારી તથા એસ.ઓ.જી., એલ.સી.બી. દ્વારા 130 શખ્સોના હાલનું રહેઠાણ, વ્યવસાય વિગેરે બાબતોનું ચેકીંગ, વેરિફિકેશન કરવામાં આવેલ અને હાલ પણ ચેકિંગ, વેરીફીકેશન અંગેની સઘન કાર્યવાહી કરેલ જેમાં વેરફીકેશન/ચેકીંગ કરેલ ઇસમોની સંખ્યામાં (1) હથીયાર ધારા મુજબના 30, (2) એન.ડી.પી.એસ. એકટના મુજબના 78 (3) એકસપ્લોઝીવ એકટ મુજબના 13 (4) બનાવટી ચલણી નોટ મુજબના 9 સહીતના ગુન્હાઓની ચકાસણી કરેલ હોવાનું જણાવેલ છે.