રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બગસરામાં વીજતંત્રનું સઘન ચેકિંગ, 7 ટીમોએ રૂા.20 લાખની ચોરી ઝડપી

11:42 AM Oct 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સવારથી શરૂ કરાયેલ ચેકિંગથી વીજચોરોમાં હડિયાપટ્ટી

બગસરામાં આજે વહેલી સવારથી જ પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચોરી કરતા લોકો ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તાર જેવા કે કુકાવાવ નાકા, જીનપરા, ઘાચીવાડ, શિવાજી ચોક તેમજ સ્ટેશન રોડ ઉપર વીજ કંપની સાથે છેતરપિંડી કરી ડાયરેક્ટ કનેક્શન લઇ વીજ ચોરી કરતા આરોપીને પકડી પાડી દંડ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર ચેકિંગના ધાડે ધાડા ઉતરી પડેલ હતા જેમાં જી.યુ.વી.એન .એલની ડ્રાય કરવામાં આવી હતી.આ કાફલા સાથે પોલીસના પણ ધાડા સાથે ઉતરી પડેલ સાત ટીમોએ 20 લાખ રૂૂપિયા જેવી ચોરી કરતા લોકો ઉપર તવાઈ બોલાવી હતી.

શહેરમાં વીજ ચોરીના અનેક બનાવો બને છે ત્યારે વીજ કંપનીને દર મહિને 20 લાખ જેટલી રકમનો લોષ આવી રહેલ હતો. જેના પગલે આજે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે આ બાબતે જી. યુ. વી.એન. એલના ટીમ ના હેડ યાદવ સાહેબ સાથે વાત કરતા સમગ્ર માહિતી જાણવા મળેલી હતી.તેમાં વેપારીઓ તેમજ ઘર વપરાશ માં વીજ ચોરી કરી રહેલા લોકો ઉપર તવાઈ કરવામાં આવી હતી. જેના પગલે અન્ય લોકો માં ફફડાટ વ્યાપી ગયો હતો. જ્યારે જે લોકો વીજ ચોરી કરી રહેલા હતા તેવા તમામ લોકો માં ભઈ નો માહોલ ઉભો થયો હતો.

Tags :
Bagsaraelectricitygujaratgujarat news
Advertisement
Next Article
Advertisement