For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રધ્યુમનગર-બેડીનાકાના વિસ્તારોમાં વીજતંત્રની 37 ટુકડીનું સઘન ચેકિંગ

05:14 PM Mar 05, 2024 IST | admin
પ્રધ્યુમનગર બેડીનાકાના વિસ્તારોમાં વીજતંત્રની 37 ટુકડીનું સઘન ચેકિંગ

રાજકોટ શહેર ડિવિઝન હેઠળની વર્તુળ કચેરીમાં આવતા પ્રધ્યુમનગર અને બેડીનાકા વિસ્તારમાં જૂદી-જૂદી જગ્યાએ વીજતંત્રની 37 ટીમોએ ત્રાટકી સઘન ચેકિંગ કરતા અનેક જગ્યાએ શંકાસ્પદ વીજ કનેક્શનો જોવા મળ્યા હતા. મોડી સાંજ સુધીમા લાખોની વીજચોરી બહાર આવવાનું તંત્રને અનુમાન છે.

Advertisement

આ બાબતે વધુ વિગતો આપતા વીજતંત્રના મોનિટરિંગ ઓફિસર વિગતો આપતા વિજતંત્રનાં મોનિટરિંગ ઓફિસર એમ.આર.માકડીયાએ ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતું કે, આજે સવારથી જ 7 પોલીસમેન અને 12 નિવૃત આર્મીમેનને સાથે રાખીને 37 ટીમોએ ઠેરઠેર વીજ કનેક્શનો તપાસતા વીજચોરી કરતાં તત્વોમાં દોડધામ થઇ ગઇ હતી.

પ્રધ્યુમનનગર અને બેડીનાકામાં જૂદા-જૂદા વિસ્તારોમાં ફિડરવાઇઝ કરાયેલા ચેકિંગમાં આમ્રપાલી અર્બન હેઠળનાં નહેરૂનગર, છોટુનગર, સુભાષનગર, રાઝાનગર, ગેલેકસી અર્બન ફિડર હેઠળનાં ઠક્કરબાપા, ખાટકીવાસ, ભીલવાસમાં અનેક જગ્યાએ સઘન ચેકિંગ દરમિયાન ઘણા કનેક્શનો શંકાનાં દાયરામાં આવી ગયા છે.

Advertisement

ભોમેશ્ર્વર અર્બન ફિડરનાં ભોમેશ્ર્વર પ્લોટ, એકજાનનગર, અમરજીતનગર, તથા જંકશન અર્બનનાં ભીસ્તીવાડ, લાખાબાપાની વાડી, પરસાણાનગર વગેરે વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું.
મોનિટરિંગ ઓફિસર માકડિયાનાં જણાવ્યા અનુસાર શંકાસ્પદ વીજ કનેક્શનોમાં ક્યારથી વીજચોરી થતી હતી? વિગેરે બાબતો તપસાઇ રહી છે. સાંજ સુધીમાં મોટી વીજ ચોરી બહાર આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement