For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર જિલ્લામાં હોટલ, ધાર્મિક સ્થળોમાં સઘન ચેકિંગ

01:37 PM Dec 01, 2025 IST | Bhumika
જામનગર જિલ્લામાં હોટલ  ધાર્મિક સ્થળોમાં સઘન ચેકિંગ

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની એ જામનગર જીલ્લાના માથાભારે, હિસ્ટ્રીશીટ, પ્રોહીબુટલેગર્સ, જાણીતા જુગારીઓ,મિલકત સબંધી/શરીર સબંધી/ ગુનાના આરોપીઓ ને ચેક કરવા સુચના આપી હતી.

Advertisement

જેના અનુસંધાને સૌ પ્રથમ તા.27.11.2025ના રોજ જામ સીટી સી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરટેકરી, પાણાખાણ, ગોકુલનગર અને બાવરીવાસ વિસ્તારમા સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન કામગીરી કરવામાં આવી હતી.

જે દરમ્યાન પ્રોહીબીશન કેસ 18, મિલ્કત સબંધી ગુનાના એમ.સી.આર ઇસમો ચેક- 47, માથાભારે ઇસમો ચેક -11, અસામાજીક ઇસમો ચેક- 9, ટપોરી ઇસમ ચેક-2, પ્રોહી બુટેલગર્સ/પ્રોહી ધંધાર્થી ચેક-38, જાણીતા જુગારી/ધંધાર્થી ચેક-12, અવાવરુ જગ્યા તથા ઝુપડપટ્ટી ચેક-4, વાહન ચેક-157, હોટલ ધાબા/ધાર્મિક સ્થળ ચેક-21, વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે.

Advertisement

નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી પો.ઇન્સ .વી.એમ. લગારીયા, તથા સીટી સી પો.સ્ટે., પો.ઇન્સ. એન.બી. ડાભી, સીટી એ. પો.સ્ટેના પો.ઇન્સ.એન.એ.ચાવડા, તથા સીટી બી ડીવી પો.ઇન્સ. પી.પી.ઝા, તથા બેડી મરીન પો.સ્ટેના પો.ઇન્સ. વી.બી.ચૌધરી, મહિલા પો.સ્ટે પો.ઇન્સ. એ.કે.પટેલ તથા એસ.ઓ.જી પો.સબ ઇન્સ તથા એલ.સી.બી., એસ.ઓ.જી. નો સ્ટાફ તથા ડોગસ્કોડ સાથે આ કાર્યવાહીમાં પો.ઇન્સ-4, પો.સબ ઇન્સ-9, આશરે 90 પોલીસ સ્ટાફ જોડાયો હતો. અને ડોગસ્કોડ ની મદદ થી આ કાર્યવાહી કરવામા આવી હતી.

ત્યારબાદ 28 તારીખે પણ સ્પેશિયલ કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન દારૂૂ ની પ્રવૃત્તિ ના બે કેસ તેમજ મિલકત સંબંધી ગુન્હા આચરતા 11 એમસીઆરને ચેક કરવામાં આવ્યા હતા. દારૂૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સાત વ્યક્તિઓને ચેક કરાયા હતા. જાણીતા જુગારી એવા ચાર ધંધાર્થીને ચેક કરવામાં આવ્યા હતા. ઝૂંપડપટ્ટી તેમજ. અવાવરૂૂ એવી 7 જેટલી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જયારે કુલ 42 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. ઉપરાંત 3 હોટલ ધાબા અને ધાર્મિક સ્થળનું પણ ચેકિંગ કરાયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement