ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં તહેવારોને લઈને ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ

12:51 PM Oct 14, 2025 IST | Bhumika
Advertisement

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી છે, અને લોકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્ય પદાર્થની ચીજો મળી રહે, તેના ભાગરૂૂપે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી મીઠાઈ-ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને કુલ 76 થી વધુ સેમ્પલો એકત્ર કરીને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાવ્યા છે.

Advertisement

તેમજ વેપારીઓને હાઈજેનિક ખોરાક અંગે જરૂૂરી સૂચનો કરાયા છે દિવાળી ના તહેવાર ને અનુલક્ષીને રાજય સરકાર ની ડ્રાઈવ અંતર્ગત તથા જામનગ મહાનગરપાલિકા ના કમિશ્નર ડી.એન.મોદી ની સુચના અને માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારમ માં ચેકીંગ કરાયું હતું.

જેમાં લીમડા લાઈન, પાંચ હાટડી, ગ્રેઇન માર્કેટ, કાલાવડ નાકા બહાર, ત્રણબતી દરબાર ગઢ, ઇન્દિરા માર્ગ, શંકર ટેકરી, ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી, બેડી ગેઇટ, પટેલ કોલોની, ખંભાલીયા નાકા બહાર સહિતની વિસ્તારમાં આવેલી દુકાનોમાં ચેકિંગ ની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી. ઉપરોક્ત તમામ દુકાનોમાંથી અલગ અલગ સ્થળેથી પનીર (9), ફાફડા (5), ગાઠીયા (1), જલેબી (3) બેસન (1),ઘી (18), માવો (12), ભેંસ નું દૂધ (5) બેકરી પ્રોડ્કટ (10), ખાદ્ય તેલ (2) સુગર બોઈલડ ક્ધફેસનરી(પેક)(8), ખાદ્ય પદાર્થના(સર્વેલન્સ રેગ્યુલર) નમુના લઈ પરીક્ષા અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. જેનો પૃથ્થકરણ રીપોર્ટ આવ્યા બાદ આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.

Tags :
Food Departmentgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement