મહાપાલિકાની 40 ટીમ દ્વારા સઘન ઝુંબેશ, કોમર્સિયલની વધુ 12 મિલકતને લાગ્યા સીલ
મનપાના વેરાવિભાગની 40 ટીમ દ્વારા આક્રમક રિકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ કોમર્શીયલની વધુ 12 મિલ્કતો સીલ કરી સ્થળ પર 29 આસામીઓ પાસેથી રૂા. 51.60 લાખની વેરાવસુલાત કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટન બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.89,800, પરા બજાર મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.3.00 લાખ, જામ નગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.25 લાખ, બ્રાહ્મનીયા પરામાં આવેલ 9-યુનિટની નીટિસ સામે રીકવરી રૂૂ.1.65 લાખ, સોની બજારમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.77,000, સોની બજારમાં આવેલ 3-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.50 લાખ, સોની બજારમાં આવેલ ’જે.પી.ટાવર્સ’ થર્ડ ફલોર શોપ નં-48 ને સીલ કરેલ છે, સોની બજાર મેઇન રોડ પર આવેલ ’વ્રજશાંતિ ગોલ્ડ પેલેસ’ સેક્ધડ ફલોર શોપ નં-204 ને સીલ કરેલ છે, સોની બજાર મેઇન રોડ પર આવેલ ’વ્રજશાંતિ ગોલ્ડ પેલેસ’ સેક્ધડ ફલોર શોપ નં-201 ને સીલ કરેલ છે, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.1.11 લાખ, ગુંદાવાડીમાં 1-યુનિટને સીલ કરેલ છે., સોરઠીયાવાડીમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.2.39 લાખ., કોઠારીયર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.57,000નો ચેક આપેલ., કોઠારીયા મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.96,205નો ચેક આપેલ હતો. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.