For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંબાજી મંદિરના 20 કિ.મી.માં યાત્રિકોને અપાશે વીમા કવચ

04:12 PM Sep 02, 2024 IST | Bhumika
અંબાજી મંદિરના 20 કિ મી માં યાત્રિકોને અપાશે વીમા કવચ
Advertisement

અંબાજીમાં ભાદરવી પુનમના મેળામાં લાખોની સંખ્યામાં માંઇ ભક્તો ઉમટી પડતા હોવાથી ભાવિકો કોઇ દુર્ઘટનાનો ભોગ બને તો તેને વિમા કવચ આપવા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે અને અંબાજી મંદિરથી 20 કિલોમીટર વિસ્તારમાં ભાવિકોને દુર્ઘટના નડે તો યાત્રિકોને વિમાનુ કવચન આપવા નિર્ણય લેવાયો છે.

આમ તો ધર્મસ્થાનોની આર્થીક સધ્ધરતાં વધતાં ને પ્રવર્તમાન પરિસ્થિતિમાં આંતકવાદી કે ભાંગફોડીયા પ્રવુર્તી અને માનવ સર્જીત તેમજ કુદરતી હોનારતો સામે યાત્રિકોની વિમા કવચથી સુરક્ષિત કરી દેવાયા છે. 12 સપ્ટેમ્બરથી શરૂૂ થયેલાં ભાદરવી પુનમના મેળામાં મુળ અંબાજી ધામથી 20 કિલોમીટરનાં વિસ્તારમાં જો કોઇ આવી ઘટના બને તો યાત્રિકોને વિમાનું લાભ મળી શકે છે.જેનાં માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રુપીયાની માતબર રકમનો વિમો ઉતરાવ્યો છે. જેનું પ્રીમીયમ મોટી રકમનું ધી ન્યુ ઈન્ડીયા એશ્યોરન્સ કંપની લી.ને મંદિર ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવ્યુ છે. આ વીમાની રકમ અસર ગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણનાં અનુસાર નક્કી કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement