For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરામાં વિવિધ સરકારી વિભાગના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે સૂચના

11:24 AM Dec 26, 2024 IST | Bhumika
બગસરામાં વિવિધ સરકારી વિભાગના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે સૂચના

બગસરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયોગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજના નો લાભ સેવાડાના લોકો સુધી મળી રહે અને લોકોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ થાય તે અન્વયે વિવિધ યોજનાઓ અમલીકરણ હોય ત્યારે અમરેલીના બગસરા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુલ 6 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી જેમાં 3 પ્રશ્નનોનુ સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું જેમાં બગસરા એસ.ટી. ના પ્રશ્ન જેમાં બસના અનેક રૂૂટ બંધ કરી પબ્લિકને હેરાન કરવા તેમજ બગસરા અમદાવાદ વહેલી સવારે ઉપરથી બસ સતત એક જ ડ્રાઇવર ચલાવતો હોય જેમાં પેસેન્જરને જીવનું જોખમ જેના પગલે તથા એસટી ડેપોમાં સીસીટીવી કેમેરા બંધ અને એક વર્ષથી પંખા રીપેરીંગમાં જેવા પ્રશ્નોને લઈને એસ.પી સંજય ખરાટ સ્પષ્ટ સુચના ડેપો મેનેજર ને આપી હતી કે તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો નિરાકરણ કરવું જેની ડેપો મેનેજર ને કડક સૂચના આપી હતી તેમજ માર્ગ - મકાન વિભાગ જમીન દબાણ સહિત વિવિધ પ્રશ્નોની અરજદારોએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટને રજુઆત કરતા અરજદારોના પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ થાય તે અંગે વિવિધ વિભાગાના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી આ તકે . બગસરાના જાણીતા પત્રકાર સમીરભાઈ વિરાણી એ એસ પી સંજય ખરાટ નું પુષ્પગુચ્છ થી સન્માન કર્યું હતું તેમજ બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી નાયબ મામલતદાર નિહાર વઘાસિયા પી.આઇ. સાળુકે પી.એસ.આઇ. કમલેશદાન ગઢવી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહેલ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement