ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોમાસામાં નુકસાની ખાળવા આયોજન કરવા સૂચના

04:58 PM May 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાગૃહ ખાતે વર્ષાઋતુ-2025 પ્રી-મોનસુન પ્રીપેર્ડનેસનાં આયોજન અંગેની બેઠક યોજાઈ હતી.

Advertisement

ભારે વરસાદ/વાવાઝોડાના સમયે અધિકારીશ્રીઓએ આપસમાં સંકલનથી કામ કરી કુદરતી આપત્તિની ઓછામાં ઓછી અસર અનુભવાય, તે રીતે કામ કરવાના આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

વર્ષાઋતુ અગાઉ કરવાની કામગીરી જેમ કે, બચાવ અને રાહત કામગીરી, અનાજ અને પુરવઠાની જાળવણી, વીજળી, આરોગ્ય, ગ્રામ્ય કક્ષાએ જરૂૂરી ટીમ-સ્ટાફ, સાધનો, ભારે વરસાદની સ્થિતિમાં લેવાના તકેદારીના પગલાં, સ્થાનિક તરવૈયાઓની યાદી, વિવિધ બિન સરકારી સંસ્થાઓની યાદી, વોંકળા- નદીપટની સફાઈ, પશુઓને ઘાસચારો તેમજ આપત્તિના સમયે જરૂૂરી સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

ઉપરાંત, જરૂૂરી સ્થળો પર વાયરલેસ નેટવર્ક ગોઠવવા, તાલુકા કક્ષાએ ફ્લડ કંટ્રોલ યુનિટ, તેમજ લાયઝન અધિકારીની નિમણૂક કરવા, સાવચેતી અંગેના સંદેશા ગ્રામ્ય કક્ષા સુધી તાત્કાલિક પહોંચાડવા, કોઝવે પર સાઈન માર્ક કરવા, નીચાણવાળા વિસ્તારની અને વૈકલ્પિક રસ્તાઓની યાદી તૈયાર કરવા,પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળીના તૂટેલા તાર-જોખમી ઝૂકેલા વીજ પોલ નિકાલની કામગીરી, ડેમ કેનાલની ચકાસણી, આવશ્યક મટીરીયલ, રસ્તા બંધ થતાં વૃક્ષો હટાવવા-કાપવાના સાધનો, અનાજ પુરવઠાની જાળવણી, આરોગ્ય કેન્દ્રો-હોસ્પિટલો ખાતે સાધનો-દવાઓ, કલોરિનેશન, રોગચાળો ફેલાતો અટકાવવા જંતુનાશક દવાઓના જથ્થા, માનવબળ વગેરે ચર્ચા કરવામાં આવી હતી.આપત્તિના સમયે એક પણ માનવ કે પશુના મૃત્યુ ન થાય તે માટે આગોતરા આયોજન કરી સર્વે ટીમની રચના કરવા અંગે આ બેઠકમાં વિચારણા કરાઈ હતી.

ઉપરાંત તાલીમી માનવ બળ અને રેસક્યુના સાધનો ઉપલબ્ધ રાખવા સુચના આપવામાં આવી હતી. આપદા મિત્રને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ બનાવવા, વરસાદ માપક યંત્ર વર્કિંગ કન્ડિશનમાં રાખવા, અધિકારીઓએ ગાડીમાં ટોર્ચ,દોરડા, લાઇફ જેકેટ જેવા સાધનો હાથવગા રાખવા સહિત જરૂૂરી સુચના જિલ્લા કલેકટરએ આપી હતી. બેઠકમાં ડી.સી.પી. જગદીશ બંગારવા, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, સર્વે પ્રાંત અધિકારીઓ, રૂૂડાના સી.ઈ.ઓ. ગૌતમ મિયાણી, જી.એસ.આર.ટી.સી.ના વિભાગીય નિયામક જે.એમ.કલોતરા, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ સહિત પ્રીમોન્સુન સજ્જતાની કામગીરી સાથે જોડાયેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement